ડિસ્કાઉન્ટનો ડબલ ડોઝ: એમેઝોન-ફ્લિપકાર્ડ દ્વારા આવતીકાલથી બજાર કરતા પણ સસ્તો ભાવ
22 સપ્ટેમ્બરની શરૂૂઆત સાથે, લોકોને નોંધપાત્ર લાભ મળવાની તૈયારી છે. જ્યારે સરકારે જીએસટી દર ઘટાડ્યા છે, ત્યારે એમેઝોન અને ફિલિપકાર્ડ સહિત અનેક પ્લેટફોર્મ પર વેચાણ શરૂૂ થઈ ગયું છે. પરિણામે, લોકોને ડિસ્કાઉન્ટનો ડબલ ડોઝ મળી રહ્યો છે.
એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ 23 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, સોમવારથી વહેલા પ્રવેશ સાથે. લગભગ દરેક શ્રેણીના માલ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, અને નવા જીએસટી ઘટાડા પછી, ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે. બીજી તરફ એમેઝોન અને ફ્લિીપકાર્ટે બેંગલુરુમાં વોરરુમ શરૂ કર્યા છે જે ચોવીસે કલાક કાર્યરત રહેશે. ઈકોમર્સ કંપની માને છે કે વેચાણ આ વખતે બે લાખ કરોડનું થશે. વધારાના ડિસ્કાઉન્ટનું ગણીત એ છે કે, ધારો કે અઈની મૂળ કિંમત ₹40,000 છે.
જો એમેઝોન અથવા ફિલિપકાર્ડ સેલ દરમિયાન 20% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, અને કોઈ મહત્તમ ડિસ્કાઉન્ટ કિંમત મર્યાદા નથી, તો અઈ ની મૂળ કિંમત ₹8,000 ઘટી જશે, જેનાથી મૂળ કિંમત ₹32,000 થઈ જશે. એસીની મૂળ કિંમત પહેલા 28% જીએસટી લાગતી હતી, જે હવે 18% થઈ ગઈ છે. તેથી, ₹ 32,000 માં 18% જીએસટી ઉમેર્યા પછી, કિંમત ₹37,760 થઈ જશે.એમેઝોન-ફિલિપકાર્ડ સેલ દરમિયાન, સ્માર્ટફોન પર બમ્પર ઓફર્સ છે. સેમસંગ, એપલ આઈફોન, ગુગલ પિક્સેલ, રીઅલમી અને શાઓમી રેડમી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જોકે, સ્માર્ટફોન પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.
એમેઝોન-ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ગ્રાહક ઉપકરણો ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે.કંપનીઓએ પહેલાથી જ હોમ એપ્લાયન્સિસ અને કિચન એપ્લાયન્સિસ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દીધી છે.