For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેદારનાથ ધામના દ્વાર 10, બદ્રીનાથના 12મેએ યમનોત્રી, ગંગોત્રીના કપાટ અખાત્રીજથી ખુલશે

06:02 PM Mar 08, 2024 IST | Bhumika
કેદારનાથ ધામના દ્વાર 10  બદ્રીનાથના 12મેએ યમનોત્રી  ગંગોત્રીના કપાટ અખાત્રીજથી ખુલશે

ચાર ધામ યાત્રા: ચાર ધામ યાત્રા સાથે જોડાયેલા મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. મહાશિવરાત્રીના અવસર પર કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. અગિયારમા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે 10 મેના રોજ સવારે 7 વાગ્યે ખુલશે.

Advertisement

5 મેના રોજ શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ ખાતે ભગવાન ભૈરવનાથની પૂજા સંપન્ન થશે. ભગવાન કેદારનાથની પંચમુખી ભોગ મૂર્તિ 6 મેના રોજ પંચકેદાર ગદ્દી સ્થળ શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી શ્રી કેદારનાથ ધામ માટે પ્રસ્થાન કરશે. વિવિધ સ્ટોપ પરથી પસાર થઈને તે 9મી મેના રોજ સાંજે કેદારનાથ ધામ પહોંચશે.

શુક્રવારે, શિવરાત્રીના તહેવાર પર, શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયની હાજરીમાં, રાવલ આચાર્ય-વેદપાઠીઓએ શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પૂજા કર્યા પછી અને ગણતરી કર્યા પછી શ્રી કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરી.

Advertisement

આ દરમિયાન શ્રી ઔકારેશ્વર મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દાતાઓએ ભક્તોને ભંડારા અને પ્રસાદનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઇઊંઝઈના પ્રમુખ અજેન્દ્ર અજયે ભક્તોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. જણાવ્યું હતું કે ગયા વર્ષે યાત્રા દરમિયાન શ્રી કેદારનાથ ધામમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને મંદિર સમિતિ મુસાફરોની સુવિધા માટે પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.

ટૂંક સમયમાં જ મંદિર સમિતિની ટીમ કેદારનાથ પહોંચશે અને યાત્રા પહેલાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement