ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગભરાટમાં પેટ્રોલ-ડીઝલ કે LGPનો સંગ્રહ કરવો નહીં; IOCLની અપીલ

05:25 PM May 09, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દેશમાં પૂરતી માત્રામાં ભંડાર છે, ગ્રાહકોને કોઇ વિક્ષેપ નહીં નડે

Advertisement

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂૂર નથી. ઈન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઈન સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ પર ઈંધણ અને LGPની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે, 9 મે સવારે 5:15 વાગ્યે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી.

ઈન્ડિયન ઓઇલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને લખ્યું કે, ઈંક્ષમશફક્ષઘશહ પાસે દેશભરમાં ઈંધણનો પર્યાપ્ત જથ્થો છે અને અમારી સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે. ગભરાહટમાં ખરીદી કરવાની જરૂૂર નથી. ઈંધણ અને LGP અમારા તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે. અમારી શ્રેષ્ઠ સેવા માટે શાંત રહો અને અનાવશ્યક ભીડથી બચો. જેનાથી અમારી સ્પાલાઇ લાઈન કોઈપણ અડચણ વિના ચાલતી રહે અને તમામ સુધી ઈંધણ પહોંચી શકે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી તેલ કંપનીમાંથી એક છે, જે તેલ, ગેસ, પેટ્રોકેમિકલ્સ અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરે છે. આ મેસેજ દ્વારા ઈન્ડિયન ઓઇલે ન ફક્ત પોતાની તૈયારી દર્શાવી છે પરંતુ, દેશવાસીઓને એકજૂટતા અને સમજદારીની અપીલ પણ કરી છે, જેથી સપ્લાઇ ચેન પ્રભાવિત ન થાય અને તમામને જરૂૂરી સંસાધન મળતા રહે.

Tags :
dieselindiaindia newsindia pakistan newsindia pakistan warindian armyLGPpakistanpakistan newspetrol
Advertisement
Advertisement