રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશભરમાં તબીબોની હડતાળ, મેડિકલ સેવાઓ ઠપ

11:09 AM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કોલકાતામાં લેડી ડોક્ટર સાથે આચરાયેલ હેવાનિયત સામે પ્રવર્તતો આક્રોશ, ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શનો

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે એટલે કે શનિવારે 24 કલાકની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. એસોસિએશને સરકાર પાસે માંગણીઓની યાદી પણ તૈયાર કરી છે. તે એમ પણ કહે છે કે હોસ્પિટલોએ સલામત ઝોન બનાવવા જોઈએ જેથી કરીને ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તમને જણાવી દઈએ કે કોલકાતાની ઘટના બાદ દેશભરના ડોક્ટરોમાં ગુસ્સો છે. ડોકટરોની હડતાળના કારણે ભૂતકાળમાં પણ ઓપીડી સેવા ખોરવાઈ ગઈ છે.

IMAપણ આરજી કાર હોસ્પિટલ પર ટોળાના હુમલાનો વિરોધ કરી રહી છે. આરોપ છે કે ટોળાએ હોસ્પિટલ પર હુમલો કર્યો અને તોડફોડ કરી અને પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો. આ રીતે આ કેસમાં બેવડી બેદરકારી સામે આવી છે. સૌપ્રથમ તો હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવે છે. આમાં તે પોતાનો જીવ ગુમાવે છે. આ પછી, તે જ હોસ્પિટલમાં ટોળાની ગુંડાગીરી થાય છે અને પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. IMAએ જાહેરાત કરી છે કે 24 કલાક દરમિયાન તમામ તબીબી સેવાઓ બંધ રાખવામાં આવશે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

IMAએ સરકાર પાસે પાંચ માંગણીઓ કરી છે. પ્રથમ માંગ તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. પોલિસી લેવલ પર આ બાબતને ધ્યાનમાં લઈને સુરક્ષા માટેના ધોરણો નક્કી કરવા જોઈએ. એસોસિએશને તેના પત્રમાં લખ્યું છે કે સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવે. તાલીમાર્થી તબીબની હત્યાના કેસમાં ઝડપી તપાસ થવી જોઈએ. તબીબોને અત્યાચારથી બચાવવા માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવે તેવી માંગ ઉઠી છે. આ સિવાય મેડિકલ કાઉન્સિલને મજબૂત બનાવવી જોઈએ.

આજે સવારે 6 વાગ્યાથી હડતાળ શરૂૂ થઈ છે અને બીજા દિવસે (18 ઓગસ્ટ) સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, ઇમરજન્સી સેવાઓ સિવાય, અન્ય તમામ સેવાઓ બંધ રહેશે. હોસ્પિટલમાં જતાં પહેલાં, ત્યાં કઈ સેવાઓ ઉપલબ્ધ છે તે જાણવું જરૂૂરી છે. આ હડતાલ સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં થશે. નાની હોસ્પિટલો પણ હડતાળમાં સામેલ છે. આ પહેલા દિલ્હીની ખઈઉ હોસ્પિટલોમાં તૈનાત સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા.

વિશ્ર્વના અનેક દેશોમાં પણ દેખાવો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાજેતરમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ અંગે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખાસ કરીને ડોક્ટર્સ અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોલકાતા કેસમાં ન્યાયની સતત માંગ કરી રહ્યા છે. હવે આ વિરોધ વૈશ્વિક સ્તરે પહોંચી ગયો છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય મૂળના લોકો આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ગુનેગારોને કડક સજાની માંગ કરી રહ્યા છે. કોલકાતાની ઘટનાના વિરોધમાં 14 ઓગસ્ટની રાત્રે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, લગભગ 40 લોકો એકઠા થયા અને બંગાળમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ડોકટરો તરફ પોતાનું સમર્થન જાહેર કર્યું. અમેરિકાના લોસ એન્જલસમાં લેક હોલીવુડ પાર્ક ખાતે પણ દેખાવકારો એકઠા થયા હતા અને કોલકાતાની ઘટનાને લઈને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન લગભગ 250 ભારતીય મૂળના લોકો એકઠા થયા હતા અને તેમના હાથમાં પ્લેકાર્ડ અને બેનરો હતા. એ જ રીતે હ્યુસ્ટનમાં રહેતા ભારતીય સમુદાયે પણ આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિકાગોમાં બંગાળી સમુદાયના લોકોએ ગુરુવારે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.જર્મનીના કોલોનમાં ભારતીય મૂળના લોકો પણ એકઠા થયા હતા યુકેના લીડ્સમાં અને લીડ્સની સાથે માન્ચેસ્ટરમાં પણ લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. લંડનના ટ્રિનિટી ચર્ચ, એડિનબર્ગની પ્રિન્સેસ સ્ટ્રીટ, પોલેન્ડના ક્રાકો અને કેનેડાના ઓસ્ટિનમાં પણ લોકોએ વિરોધ કર્યો હતો.

Tags :
crimeDoctors strikeindiaindia newsmedical services
Advertisement
Next Article
Advertisement