For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટનો ચુકાદો

11:16 AM Nov 15, 2024 IST | admin
ડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી  સુપ્રીમ કોર્ટનો ચુકાદો

દવાના પ્રીસ્ક્રિપ્શન સાથે આડઅસર પણ લખવાની માંગ કરતી અરજી ફગાવી

Advertisement

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તબીબી વ્યવસાયીઓએ સૂચવેલી દવા સાથે સંકળાયેલાં તમામ પ્રકારનાં સંભવિત જોખમો અને આડઅસરોનો ફરજિયાત ઉલ્લેખ કરવા વિશે આદેશ આપવાની માંગ કરતી અરજીને
ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટના 15 મેના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટમાંની અરજીમાં દેશમાં પ્રેક્ટિસ કરતા તમામ મેડિકલ પ્રોફેશનલ્સને પ્રીસ્ક્રિપ્શનની સાથે દર્દીને (પ્રાદેશિક ભાષામાં વધારાની સ્લિપના રૂૂપમાં) દવા અથવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સાથે સંકળાયેલ સંભવિત જોખમો અને આડઅસરોના પ્રકારો સ્પષ્ટ કરવા આદેશ આપવા માટે કેન્દ્ર અને નેશનલ મેડિકલ કમિશનને નિર્દેશોની માંગણી કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે તે વ્યવહારુ નથી. અરજદાર જેકબ વડકનચેરી તરફથી હાજર રહેલા એડ્વોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે આ અરજી એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવે છે કે શું ડોકટરો તેમના દર્દીઓને તેઓ જે દવાઓ લખી રહ્યા છે તેની સંભવિત આડઅસરો વિશે જાણ કરવા માટે બંધાયેલા હોવા જોઈએ. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે જો આનું પાલન કરવામાં આવે તો સામાન્ય વ્યવસાયી 10-15થી વધુ દર્દીઓની સારવાર કરી શકશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement