For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડ

06:00 PM Dec 06, 2024 IST | Bhumika
ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર  હોસ્પિટલને 1 10 કરોડનો દંડ
Advertisement

દિલ્હીના બે તબીબ અને સંબંધિત હોસ્પિટલને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. હકીકતમાં, તબીબોએ જમણા પગની બદલે ડાબા પગનું ઓપરેશન કરી દીધું હતું. જેના કારણે આ ઓપરેશન કરનાર તબીબો અને હોસ્પિટલને એક કરોડ દસ લાખ રૂૂપિયાનું વળતર આપવું પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આદેશમાં કોઈ કમી અથવા ખામી નથી. હોસ્પિટલે દર્દીને 90 લાખ રૂૂપિયા અને ઑપરેશન કરનાર તેમજ સુપરવિઝન કરનાર તબીબોએ દસ-દસ લાખનું વળતર આપવું પડશે.

Advertisement

જસ્ટિસ પામિદીઘંટમ શ્રી નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે દોષિત ડોક્ટર રાહુલ કાકરાનની અરજી નકારી દીધી છે, જેમાં તેઓએ રાષ્ટ્રીય ગ્રાહક અદાલતના નિર્ણય અને પીડિત રવિ રાયની અરજીને ચેલેન્જ કરી હતી. શાલીમાર બાગમાં રહેતો દર્દી રવિ રાય 19 જૂન 2016 ના દિવસે સીઢીમાંથી પડી ગયો હતો અને તેના બંને પગના હાડકાં તૂટી ગયા હતાં. જેથી દર્દીને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં, અહીં ડોક્ટર રાહુલ કાકરાનની આગેવાનીમાં ડોક્ટરની ટીમે દર્દી રવિની તપાસ કરી. દર્દીના જમણા પગનું હાડકું વધારે તૂટ્યું હતું, જોકે ડાબા પગમાં હેર લાઇન ફ્રેક્ચર હતું.

પરંતુ, તબીબોએ જમણાં પગની બદલે ડાબા પગનું ઓપરેશન કરી દીધું હતું. આ રકમની વિગત આપતાં દર્દીએ 5 લાખ મેડિકલ ખર્ચ,માનસિક તણાવના દોઢ કરોડ રૂૂપિયા વળતરરૂૂપે આપવામાં આવે. જીવનનું આયુષ્ય ઘટવાની આશંકા, ઉંમરભર સહાયક અને ડ્રાઇવરના 35 લાખ, માતા-પિતા માટે દસ લાખ, પિતાના ધંધામાં નુકસાન માટે 35 લાખ, માતા-પિતાને માનસિક તણાવના 25 લાખ અને દોષિતોને દંડાત્મક રૂૂપે 75 લાખ સાથે કેસ કરવાનો ખર્ચ 7 લાખ રૂૂપિયા જણાવ્યાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement