દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય
31 મીએ 4 વાગ્યા પછી અમાવસ્યા તિથિ
આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે તેવો નિર્ણય દેશભરના જ્યોતિષીઓ અને વિદ્વાનોની મળેલી એક બેઠકમાં લેવાયો છે. આમ આ મામલે ચાલી રહેલી મૂંઝવણ દૂર થઇ છે. પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર મુખ્યત્વે અમાવસ્યા ક્યારે આવશે તેના પર નિર્ભર કરે છે. 31મી ઓક્ટોબરે સાંજે 4 વાગ્યા પછી અમાવસ્યા મનાવવામાં આવી રહી છે અને આ દિવસે આખી રાત અમાવસ્યા તિથિ છે.
ગૃહસ્થો અને જેઓ તંત્ર સાધના કરે છે તેઓને પ્રદોષકાળમાં અમાવસ્યા આવે છે. આ તર્કના આધારે 31મી ઓક્ટોબરે દિવાળી ઉજવવા પર સહમતિ સધાઈ હતી. અગાઉ પહેલી નવેમ્બરે દિવાળી ઉજવવા અંગે પણ ચર્ચા ચાલી હતી.
ગુજરાતની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. અર્કનાથ ચૌધરીએ કહ્યું હતું કે રાજમાર્તંડ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે કર્મકાળ દરમિયાન જે દિવસે તિથિ પ્રાપ્ત થાય છે તે જ દિવસે લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ ચતુર્દશી મિશ્રિત અમાવસ્યામાં કરવી જોઈએ. આ કથન વ્યાસ, ગર્ગ વગેરે ઋષિઓનાં છે. આ સિદ્ધાંત અનુસાર 31 ઓક્ટોબરે જ દિવાળી શાસ્ત્રસમ્મત થશે.