MFથી મોહભંગ: ઇક્વિટીમાં રોકાણ ઘટયું, SIP ધડાધડ બંધ
જુલાઇની સરખામણીમાં ઇક્વિટી ફંડમાં રોકાણ 22 ટકા ઘટયું: ટેક્સ સેવિંગ સ્ક્રીમ્સમાં રસ વધ્યો
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઇન્ડીયાએ બુધવારે ઓગસ્ટ મહિનાના આંકડા શેર કર્યા છે. ડેટા દર્શાવે છે કે ગયા મહિને લોકોએ MFમાં ખૂબ જ ઓછું રોકાણ કર્યું હતું. તેમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.ઓગસ્ટમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 22% ઘટીને રૂૂપિયા 33,430 કરોડ થયું હતું. જુલાઈમાં તે રૂૂપિયા 42,702 કરોડ હતું.
લાર્જ-કેપ ફંડ્સમાં 2,834.88 કરોડ રૂૂપિયાનું રોકાણ જોવા મળ્યું, જ્યારે જુલાઈમાં તે રૂૂપિયા 2,125.09 કરોડ હતું. 11 સબ-કેટેગરીમાંથી ફ્લેક્સી-કેપ ફંડ્સમાં સૌથી વધુ 7,679 કરોડ રૂૂપિયાનું રોકાણ જોવા મળ્યું . આ પછી મિડ-કેપ ફંડ્સમાં 5,330 કરોડ રૂૂપિયાનું રોકાણ જોવા મળ્યું છે. સ્મોલ-કેપ ફંડ્સમાં રૂૂપિયા 4,992.90 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું, જ્યારે જુલાઈમાં રૂૂપિયા 6,484.43 કરોડનું ચોખ્ખું રોકાણ થયું.
ઓગસ્ટ 2025 માટે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ચોખ્ખો AUM રૂૂપિયા 75,18,702.50 કરોડ હતો.
જુલાઈ 2025ના મહિના માટે ચોખ્ખો AUM (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) રૂૂપિયા 75,35,970.68 કરોડ હતુ.
ઓગસ્ટ 2025 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા 24,89,09,424 હતી અને જુલાઈ 2025માં તે 24,57,24,339 હતી. સેક્ટરલ અને થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રૂૂપિયા 3,893 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટમાં ELSS અથવા ટેક્સ-સેવિંગ ફંડમાં સકારાત્મક વલણ જોવા મળ્યું, જ્યાં સતત ચાર મહિના સુધી ઉપાડ પછી, રૂૂપિયા 59.15 કરોડનું રોકાણ થયું. ઓગસ્ટમાં ડિવિડન્ડ યીલ્ડ ફંડમાંથી રૂૂપિયા 174 કરોડનું ઉપાડ જોવા મળ્યું હતુ.
SIP માં કેટલું રોકાણ કરવામાં આવ્યું?
ઓગસ્ટ 2025 ના મહિના માટે SIP AUM રૂૂપિયા 15,18,368.00 કરોડ છે જે કુલ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સંપત્તિના 20.2% છે. SIP યોગદાન ઓગસ્ટમાં વધીને રૂૂપિયા 28,265 કરોડ થયું છે જે જુલાઈ 2025માં રૂૂપિયા 28,464 કરોડ હતું. ઉદ્યોગ સરેરાશના ટકાવારી તરીકે SIP 20% છે. ઓગસ્ટ મહિનામાં યોગદાન આપનારા SIP ખાતાઓની સંખ્યા રૂૂપિયા 8.99 કરોડ હતી, જે પાછલા મહિનાની તુલનામાં થોડો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ 2025 માં યોગદાન આપનારા SIP ખાતાઓની સંખ્યા રૂૂપિયા 8,98,70,085 કરોડ હતી.