દિગ્દર્શક કુમાર સાહનીનું 83 વર્ષની વયે નિધન
મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ડાયરેક્ટર કુમાર સાહનીનું નિધન થયુ છે. 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. કુમાર શાહની માયા દર્પણ, કસ્બા, તરંગ અને ખયાલ ગાથા જેવી ફિલ્મોના નિર્દેશક માટે જાણીતા હતા. નિર્દેશક સિવાય સાહની લેખક અને શિક્ષક તરીકે પણ એક અલગ ઓળખ બનાવી છે.કુમાર સાહનીનો જન્મ 7 ડિસેમ્બર 1940ના રોજ પાકિસ્તાનના સિંઘ પ્રાત લરકાનામાં થયો હતો. પરંતુ ત્યારપછી તેઓ પરિવાર સાથે મુંબઇ આવી ગયા. કુમાર સાહનીએ નિર્મલ વર્માની કહાની પર આધારિત માયા દર્પણ બનાવી હતી. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ કુમાર સાહનીને તરંગ, ખયાલ ગાથા, કસ્બા અને ચાર અધ્યાય સહિત અનેક ફિલ્મોને ડાયરેક્ટ કરી હતી. કુમાર સાહનીએ નેશનલ એવોર્ડની સાથે-સાથે અલગ-અલગ સમયમાં એમને 3 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. વર્ષ 1973માં આવેલી માયા દર્પણ, 1990માં આવેલી ખયાલ ગાથા અને 1991માં આવેલી કસ્બા માટે કુમાર સાહનીને ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. કુમાર સાહનીના નિધનથી અનેક લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે.