રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં ટેક્નોલોજીથી દુર્લભ દસ્તાવેજ, ઐતિહાસિક પત્રોનું ડિજિટાઈઝેશન

05:42 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

દેશના પ્રત્યેક પ્રધાનમંત્રીઓના સમગ્ર જીવન ની ગાથા, તેઓના પ્રદાન ઉપરાંત તેઓના સમયમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ સહિતની બાબતોને આવરી લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઇબ્રેરીની સાધારણ સભા દિલ્હી ખાતે મળેલી હતી, પ્રધાનમંત્રીઑના જીવન ઉપર રસપ્રદ વિગત આપતી 14 જેટલી ગેલેરીઓ ધરાવતા આ મ્યુઝિયમ અને તેની સાથે ટેકનોલોજીનો અદભુત ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ ડિજિટલ ગેલેરીઓ સહિતના પ્રકલ્પોને દેશ વિદેશ માંથી જબ્બર પ્રતિસાદ મળ્યો છે, વાર્ષિક સાધારણ સભામાં રજૂ થયેલ અહેવાલ મુજબ એક વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ લાખ કરતા વધારે લોકો એ પ્રધાનમંત્રી સંગ્રહાલય મુલાકાત લીધી છે.

Advertisement

ઐતિહાસિક દ્રષ્ટિથી દુર્લભ તસવીરો, દુર્લભ દસ્તાવેજો ઐતિહાસિક પત્રો સહિતની જાળવણી અર્થે સંગ્રહાલય દ્વારા સોસાયટીના પ્રમુખ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને પ્રેરણાથી પ્રત્યેક અગત્યના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે અને એક વર્ષની અંદર અઢી લાખ ેટલી તસવીરોને ડિજિટાઇઝ કરવાની સાથે અત્યાર સુધીના પ્રત્યેક પ્રકાશનોને પણ ડિજિટાઇઝ કરવામાં આવેલ છે દેશના રાજનૈતિક ક્ષેત્ર તેમજ સાર્વજનિક ક્ષેત્રના અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના અત્યંત મહત્વપૂર્ણ પત્રો અને લખાયેલી રોજનીશીઓ સાથો સાથ સંસ્થાગત દસ્તાવેજો ના 25 લાખ જેટલા પૃષ્ઠોની માઇક્રો ફિલ્મ બનાવવામાં આવી છે, જેનો લાભ દેશ-વિદેશના અનેક સંશોધકો લઈ રહ્યા છે ખાસ નોંધનીય બાબતે એટલે આ માઇક્રો ફિલ્મની ગુણવત્તા પણ ખૂબ જ ઉચ્ચ કક્ષાની હોવાને કારણે સંશોધકો અને સંદર્ભ લેવા માટે તેમજ ઐતિહાસિક દ્રષ્ટિથી દસ્તાવેજી કરણ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
પ્રધાનમંત્રી સંગ્રહાલયની સાથોસાથ પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઇબ્રેરી દ્વારા ઓરલ હિસ્ટ્રી ડિવિઝનનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે જેના અંતર્ગત દેશના પ્રધાનમંત્રીઓ રાષ્ટ્રપતિઓ તેમજ દેશનું નેતૃત્વ કરનાર મહાનુભાવો સાથે સંપર્કમાં અથવા તો તેઓની સાથે કાર્યરત રહેલ એવા મહાનુભવોના વ્યક્તિગત સાક્ષાત્કાર નું માહિતીસભર સંહિતા કરણ થયું છે. સંશોધન અને પ્રકાશન પ્રભાગ અંતર્ગત અત્યાર સુધીમાં રાજાજી (ચક્રવર્તી રાજગોપાલાચારીજી), પાંચ વોલ્યુમમાં, સિલેકટેડ વર્ક ઓફ અટલબિહારી બાજપાઈજી જેમાં અટલજીએ સંસદમાં વિવિધ વિષયો પર આપેલ વક્તવ્યનું સંકલન તેમજ જનસંઘના સ્થાપક અને પ્રખર વિચારક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના ચાર વોલ્યુમ તૈયાર થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે. સેન્ટર ફોર ક્ધટેમ્પર સ્ટડીઝ અંતર્ગત વર્તમાનમાં 28 જેટલા ફેલો વિવિધ વિષયો ઉપર સંશોધન કરી રહેલ છે તેનું પણ પ્રકાશન સંશોધન કાર્ય પૂર્ણ થઈ આવનાર છે.પ્રધાનમંત્રી સંગ્રહાલય અંતર્ગત વિભાગમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક હેડગેવારજી, રાજાજી જયપ્રકાશ નારાયણ, વીર સાવરકરજી તેમજ ચૌધરી ચરણસિંહજી, ચંદ્રશેખરજી સહિતના મહાનુભાવોના પત્રો, કથનો તેમજ અન્ય પેપર્સ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ, મજૂર યુનિયન, મહિલા પરિષદના સંસ્થાગત રેકોર્ડ ઉપરાંત સ્વાતંત્ર સેનાનીઓ, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, ન્યાયવિદો ઉદ્યોગપતિઓની દેશ માટે મહત્વની એવી બાબતોને આવરી લેતા પત્રો વૈજ્ઞાનિક પદ્ધતિ થી સચવાયેલ છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય સોસાયટીના સભ્યો એવા દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સૂચનો કરી ચર્ચામાં ભાગ લીધો હતો. પ્રો. કમલેશ જોષીપુરા છાત્ર સમુદાય વધુને વધુ સંખ્યામાં આ સંગ્રહાલયની મુલાકાતે આવે તે અર્થે ખાસ હિમાયત કરી છે.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement