For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિનટેક કંપનીઓનો કપરો કાળ: Paytm પછી Bharatpay

06:41 PM Feb 07, 2024 IST | Bhumika
ફિનટેક કંપનીઓનો કપરો કાળ  paytm પછી bharatpay

ફિનટેક કંપનીઓ માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. Paytm બાદ હવે BharatPeમુશ્કેલીમાં છે. કોર્પોરેટ મંત્રાલયે ઇવફફિઙિંયને નોટિસ જાહેર કરી છે. મંત્રાલયે કંપની એક્ટની કલમ 206 હેઠળ નોટિસ જાહેર કરી છે અને અશનીર ગ્રોવર કેસમાં BharatPeપાસેથી માહિતી માંગી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે તપાસમાં સરકારને સંપૂર્ણ સહયોગ કરશે.

Advertisement

અહેવાલ અનુસાર, કોર્પોરેટ મંત્રાલયે ઇવફફિઙિંયને નોટિસ જાહેર કરીને પૂછ્યું છે કે અશનીર ગ્રોવર વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ અને સિવિલ કેસ સંબંધિત પુરાવા શું છે. નોંધનીય છે કે અશનીર ગ્રોવરે ઇવફફિઙિંયની સ્થાપના કરી હતી. પાછળથી અશનીર અને તેની પત્ની પર કંપનીના ભંડોળની ઉચાપત કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા અને તેમને કંપનીના બોર્ડમાંથી હટાવવામાં આવ્યા હતા.

નોટિસ પર ભારતપેએ જવાબ આપ્યો છે કે મંત્રાલયે કંપનીને નોટિસ જાહેર કરી છે અને અશનીર કેસમાં વધુ માહિતી માંગી છે. સરકારે 2022 માં કેસની સમીક્ષા શરૂૂ કરી હતી અને આ તપાસને આગળ વધારવા માહિતી માંગી હતી. કંપનીએ કહ્યું કે અમે તપાસ એજન્સીઓને દરેક સંભવ મદદ કરવાનો પ્રયાસ કરીશું.

Advertisement

ભારતપે 4 વર્ષ પહેલા અશનીર ગ્રોવર દ્વારા શરૂૂ કરવામાં આવી હતી. અશની સામેનો વિવાદ 2022ની શરૂૂઆતમાં શરૂૂ થયો હતો. તેણે કોટક ગ્રુપના કર્મચારીને ધમકી આપી હતી કારણ કે તેણે તેને નાયકાનો આઇપીઓ ફાળવ્યો ન હતો. વિવાદ વધતાં ગ્રોવરે ભારતપેના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી કંપનીએ અશનીર સામે નાણાકીય હેરાફેરી અંગે ઓડિટ પણ શરૂૂ કર્યું હતું.ઓડિટ બાદ કંપનીએ અશનીર વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નકલી બિલ અને કંપનીના ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, અશનીરે ભારતપે બનાવવામાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપ્યું નથી. કંપનીનો દાવો છે કે અશનીરે 2018માં માત્ર 31,920 રૂૂપિયાનું રોકાણ કર્યું હતું, જેના બદલામાં તેને 3,192 શેર મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement