ખેડૂતોની દિલ્હી કૂચ મોકૂફ છતાં પંજાબમાં ડીઝલ-ગેસની અછત
ખેડૂતોના વિરોધનો આજે 16મો દિવસ છે. ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ છે. હવે તેને કાલ સુધી મુલતવી રાખવામાં આવી છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અનેક સ્તરે વાટાઘાટો થઈ છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.
ખેડૂતો એમએસપી સહિત તેમની તમામ માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ રાજધાની દિલ્હીની તમામ સરહદો પર ધામા નાખ્યા છે. એટલું જ નહીં પંજાબ અને હરિયાણામાં પણ આવી જ સ્થિતિ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબમાં ખેડૂતોના આંદોલનને કારણે ડીઝલ અને સિલિન્ડરની અછત વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં રોડ જામ અને સુરક્ષાના કારણોસર ડીઝલ અને એલપીજી ગેસનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલોનું આહ્વાન કર્યું હતું. આ પછી પંજાબ, હરિયાણા, યુપી સહિત દેશના વિવિધ ભાગોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂૂ કર્યું. આ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા પર અડગ છે. પરંતુ દિલ્હી પોલીસે ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે.
આ માટે સરહદો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશાળ અવરોધો ઉભા કરવામાં આવ્યા છે. આમ છતાં ખેડૂતો દિલ્હીમાં ઘૂસવા માટે તમામ તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, ખેડૂતોએ પદિલ્હી ચલોથ કૂચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે. તેમ છતાં ખેડૂતો સરહદે ઉભા છે.