ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ચૂંટણી બોંડ દ્વારા દાન આપ્યું
ઈલેક્ટોરલ બોન્ડ્સ: ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થયા બાદ તેના વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. બોન્ડની વિગતો પરથી એ પણ જાણી શકાય છે કે ચૂંટણી બોન્ડ દ્વારા કઇ કંપનીઓએ કયા રાજકીય પક્ષોને ફંડિંગ આપ્યું છે. આ સીરિઝમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ પણ ઈલેક્ટોરલ બોન્ડની યાદીમાં સામે આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું સંચાલન ‘ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ’ નામની કંપની દ્વારા કરવામાં આવે છે, જેની મૂળ સંસ્થા ઈન્ડિયા સિમેન્ટ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વર્તમાન કેપ્ટન છે. ધોનીની ટીમની માલિકી ધરાવતી કંપનીએ તમિલનાડુની ‘ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ’ એટલે કે AIADMKને ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા આપ્યા છે. ધ હિંદુના રિપોર્ટ અનુસાર, AIADMK ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 6.05 કરોડ રૂૂપિયા મળ્યા છે. આમાંથી મોટા ભાગના પૈસા ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના ડિરેક્ટર) પાસેથી આવ્યા હતા.
‘ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડઘ એ બે દિવસમાં અઈંઅઉખઊંને 5 કરોડ રૂૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું. આ પૈસા 2019માં 2 થી 4 એપ્રિલની વચ્ચે આપવામાં આવ્યા હતા. જો કે આ પછી પાર્ટીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કોઈ પૈસા મળ્યા નથી.