આગામી IPL બાદ ધોની નિવૃત્તિ લેશે? ફેસબુક પોસ્ટથી ભારે ચર્ચા
ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ આઇપીએલ હવે નજીક છે. તે પહેલા જ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ફેન્સને પરેશાન કરી શકે છે. જીહા, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સસ્પેન્સ વધારી દીધું છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે.
આઇપીએલ 2024 22 માર્ચથી શરૂૂ થવાની છે, તે પહેલા લીગના સૌથી મોટા ખેલાડી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઓછા એક્ટિવ રહેતા ધોનીએ ફેસબુક પર આગામી આઇપીએલ સીઝનમાં તેની નવી ભૂમિકા વિશે માહિતી શેર કરી છે. આ પછી સસ્પેન્સ હતું કે તેનો નવો રોલ શું હશે? ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, નવી સીઝન અને નવી નરોલની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો! આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે. જણાવી દઇએ કે, ધોની વિશે ઘણી વાર એવી ચર્ચા થાય છે કે આ સીઝન તેની છેલ્લી આઇપીએલ સીઝન હોઈ શકે છે. ધોનીની આ પોસ્ટ થોડીવારમાં જ વાયરલ થઈ ગઈ, જેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી. કોઈને લાગે છે કે ધોની ભલે એક ખેલાડી તરીકે મેદાનમાં ન આવે પણ માસ્ટર પ્લાનર હશે. વળી, ઘણા લોકોએ એવી સંભાવના વ્યક્ત કરી હતી કે ધોની ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવી શકે છે. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોનીની આ પોસ્ટ પછી, દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે તે આગામી આઇપીએલ સીઝનમાં ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. વળી, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ધોની સીઝનના મધ્યમાં નિવૃત્તિ લઈ શકે છે અને મેન્ટરની ભૂમિકામાં આવી શકે છે. આવી તમામ અટકળો ચાલી રહી છે. ધોનીની પોસ્ટ બાદ તેની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ મામલે એક પોસ્ટ શેર કરી છે. જ્યાં માહીએ લખ્યું કે, તે હવે આઇપીએલની નવી સીઝન અને તેના નવા રોલમાં પ્રવેશવા માટે ખૂબ જ ઉત્સુક છે. તો સીએસકેએ પણ તેની નવી ભૂમિકા પર એક પોસ્ટ શેર કરી છે.
એમ.એસ.ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. જોકે, તે આઇપીએલમાં હજું પણ રમી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 5 વખત ખિતાબ જીતી ચુકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નઈની ટીમે ગત સીઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.