ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાં

11:05 AM Oct 18, 2025 IST | Bhumika
Advertisement

ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ગગડયા, ગ્રાહકોને લાભ થશે

Advertisement

આજે ધનતેરસ છે ત્યારે ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે . ગઇકાલે રાત્રે સોના-ચાંદીનાં ભાવમા મોટો કડાકો બોલી ગયો હતો ઉપરી લેવલથી ચાંદીમા 6700 અને સોનામા 7000 નો મોટો કડાકો બોલી ગયો હતો. આજે ધનતેરસ હોવાને કારણે રાજકોટ સહીત ભારતનાં તમામ જવેલર્સની દુકાનમા ખરીદી થતી હોય છે . સામાન્ય રીતે ધનતેરસનાં દિવસે શુકનની ખરીદી કરવા માટે દરેક પરીવાર ઉતસુક હોય છે ત્યારે ગઇકાલે રાત્રે થયેલા મોટા ઘટાડાનો લાભ કસ્ટમરોને મળી શકે તેમ છે.

છેલ્લા બે મહિનાથી સોના-ચાંદીનાં ભાવમા જે રેકોર્ડ તેજી જોવા મળતી હતી તેને સૌથી મોટી બ્રેક ગઇકાલે રાત્રે લાગી હતી. રાત્રે સોનામા 1,34,000 ના ભાવ ઘટીને 1,25,450 અને ચાંદી 1,69,000 થી ઘટીને 1,પ5,250 સુધી પહોંચી ગઇ છે.

વિશ્ર્વભરમા ડોનાલ્ડ ટ્રંપ દ્વારા વિવિધ યુધ્ધ રોકવા ઉપરાંત ગઇકાલે યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટ્રંપની મુલાકાત બાદ પુતીનને પણ સમજાવશે તેવા બયાન બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીમાં તોતીંગ ઘટાડો નોંધાયો છે.

દરમ્યાન મુંબઇમા ઝવેરી બઝારમા પણ રાત્રે ભાવ ઘટાડાની અસર જોવા મળી હતી. જવેલરી એસો.નાં સંચાલકો માને છે કે આવનારા દીવસોમા જો વેશ્ર્વીક શાંતિ જોવા મળશે તો સોનામા હજુ મોટો ઘટાડો આવી શકે તેમ છે. ઉપરાંત દિવાળીનાં તહેવારો હવે પુર્ણ થઇ રહયા છે ત્યારે આગામી સપ્તાહમા ભારતમા સોનાની ડીમાન્ડમા પણ ઘટાડો જોવા મળી શકે તેમ છે. ત્યારે સોનાનાં ભાવને હજુ મોટી બ્રેક લાગે તેવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે. 1 લાખ રપ હજારનાં ભાવથી સોનુ 1 લાખ 1પ હજાર સુધી આવી શકે તેવી સંભાવના તજજ્ઞ દ્વારા વ્યકત કરવામા આવી છે. ભારતે પણ છેલ્લા બે મહીનામા સોનાની આયાત ઘણી વધારી છે. પરંતુ હવે તેમા ઉતરોતર ઘટાડો આવે તેવી સંભાવના છે.

સટોડિયાઓએ ઊભી કરેલી કૃત્રિમ તેજીનો પરપોટો ફૂટવાનું ચાલું ?
જયા સુધી ચાંદીનાં ભાવની વાત છે ત્યા સુધી તજજ્ઞો દ્વારા એવી આશંકા વ્યકત કરવામા આવી રહી હતી કે ચાંદીનાં ભાવમા સટોડીયા દ્વારા કૃત્રીમ તેજી કરવામા આવી રહી છે. પરંતુ હવે તેમા પ્રોફીટ બુકીંગ આવે તેવી સંભાવના છે અને ચાંદીનાં ભાવમા હજુ પણ 20 હજાર સુધીનો ઘટાડો થઇ શકે તેવી જગ્યા છે.

 

Tags :
dhanterasDhanteras 2025gold pricegold- silverGold-silver PRICEindiaindia news
Advertisement
Next Article
Advertisement