ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

UPના ગાઝીપુરમાં મહાકુંભથી આવતા શ્રદ્ધાળુઓથી નડ્યો અકસ્માત, 8ના મોત

06:17 PM Jan 31, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાં છે. . આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. . આ અકસ્માત શુક્રવારે વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોર લેન પર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામી કલાન ગામમાં પાસે થયો હતો. પ્રયાગરાજથી યુપી નંબરવાળી પીકઅપમાં સ્નાન કરીને લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન પીકઅપની એક્સલ તૂટતા તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રકે આ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી, મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 2 મહિલા, 2 પુરૂષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.

Tags :
accidentGhazipurGhazipur NEWSindiaindia newsUttar PradeshUttar Pradesh news
Advertisement
Next Article
Advertisement