ભકતો આનંદો, IRCTC દ્વારા 12 દિવસ 11 રાતનું ચારધામ યાત્રાનું પેકેજ જાહેર
ભારતમાં ઘણા ધાર્મિક સ્થળો છે, જ્યાં લોકો દર વર્ષે ભગવાનના દર્શન કરવા જાય છે. આ દાર્શનિક સ્થળોમાં ચારધામ મંદિરોનો પણ સમાવેશ થાય છે, જ્યાં દેશ-વિદેશના લોકો દર્શન કરવા આવે છે. આ વર્ષની ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. IRCTC (ટૂર પેકેજ) એ દિલ્હીથી યાત્રા શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, આ કુલ 12 દિવસ અને 11 રાતનું પેકેજ હશે. મુસાફરોને આરામદાયક સુવિધા આપવામાં આવશે અને દરેક પ્રસ્થાન પર 20 યાત્રાળુઓનું જૂથ મુસાફરી કરશે. યાત્રા 01, 12, 24 સપ્ટેમ્બર અને 01, 15 ઓક્ટોબરના રોજ શરૂૂ થશે.
ચારધામ યાત્રા 2025 માટે IRCTC દ્વારા આ મુજબ પેકેજ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સિંગલ ઓક્યુપન્સી માટે પ્રતિ મુસાફર ₹79,000, ડબલ ઓક્યુપન્સી માટે ₹54,000 અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે ₹49,000 રાખવામાં આવ્યા છે. બાળકો માટે અલગ દર નક્કી કરાયો છે, જેમાં 5 થી 11 વર્ષની વયના બાળકોને બેડ સાથે ₹30,000 અને બેડ વિના ₹22,000 ભાડું ચૂકવવું પડશે.
ચારધામ યાત્રા 2025ની શરૂૂઆત દિલ્હીથી થશે અને ત્યારબાદ આ યાત્રા હરિદ્વાર, બારકોટ, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, કેદારનાથ, બદ્રીનાથ, રુદ્રપ્રયાગ/શ્રીનગર થઈને ફરી હરિદ્વાર અને ત્યાંથી દિલ્હીમાં સમાપ્ત થશે. આ યાત્રા દરમિયાન ભક્તોને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન કરવાનો અવસર મળશે.
રિપોર્ટ્સ અનુસાર, બધી જગ્યાએ હોટેલમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. દિલ્હીથી પાછા ફરવાની મુસાફરી એસી ટેમ્પો ટ્રાવેલર દ્વારા થશે. જણાવી દઈએ કે, હરિદ્વાર પછી પહાડી વિસ્તારમાં એસી બંધ રહેશે. યાત્રા પેકેજમાં ભક્તોને નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા પણ આપવામાં આવશે.હેલિકોપ્ટર ચાર્જ, પોની-પાલકી ચાર્જ, ગાઇડ ફી, વ્યક્તિગત ખર્ચ અને વધારાનો બીજો ખર્ચ પ્રવાસીઓએ પોતે ઉઠાવવાનો રહેશે.