ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગતાં શ્રદ્ધાળુઓમાં હડકંપ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલમાં ભીષણ આગ લાગી હતી. શંખ દ્વાર પાસે એક ઓફિસની બેટરીમાં આ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી ભયંકર છે કે કાળા ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા છે. આ ઘટનાથી મંદિર પરિસરમાં હંગામો મચી ગયો છે.
https://x.com/Mohit_patrkar/status/1919291321170243801
હાલમાં ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. મંદિર પરિસરમાં લાગેલી આગની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે.
મંદિર પરિસરમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું કે બપોરે અચાનક શંખ દ્વાર પાસે એક ઓફિસમાં શોર્ટ સર્કિટ થયો. જેના કારણે આગ લાગી. મંદિર પરિસરના લોકો કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. આગની ગંભીરતા જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી.