રામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇ
અયોધ્યામાં નવા બનેલા રામલલ્લાના મંદિરનું આકર્ષણ અને ત્યાં આશીર્વાદ લેવાની શ્રદ્ધા ભક્તોને હોય છે ત્યારે રામના નામે ધુતારાઓએ લોકો સાથે રૂૂપિયા 51 થી માંડીને અધધ રૂૂપિયા 3.85 કરોડ સુધીની ઓનલાઇન ઠગાઇ કરી છે.
રામજન્મ સ્થળ અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરના પ્રસાદ માટે ઠગોએ ભક્તોને છોડ્યા નથી. વેબસાઈટના માધ્યમથી પ્રસાદ મગાવ્યો અને ચૂકવણા માટે ગેટવે પણ બનાવ્યો છતાં પ્રસાદ પહોંચાડ્યો નથી અને શ્રદ્ધાળુઓની ભક્તિ સાથે છેતરપિંડી કરી છે. જોકે, અયોધ્યા પોલીસને આ કારસ્તાન ધ્યાને આવતાં આરોપીને પકડી લેવાયો છે, રૂૂપિયા 2.15 કરોડની રિકવરી થઈ શકી છે અને ભાવિકોને પાછા આપ્યા છે.
2024 માં એક તરફ અયોધ્યા ઝગમગી ઉઠ્યું હતું તો બીજીબાજુ રામલલ્લાના નામ ઉપર શાતિર મગજના આરોપી આશિષે શ્રદ્ધાને વેપાર બનાવી નાખ્યો હતો. માહિતી મુજબ વેબસાઇટથી ઓનલાઈન પ્રસાદ મગાવવાની વ્યવસ્થા કરીને લોકોને આર્થિક ઠગવાનું શરૂૂ કર્યું. માત્ર રૂૂપિયા 51 થી શરૂૂઆત કરીને આ કૌભાંડમાં રૂૂપિયા 3.85 કરોડ સુધી ઠગાઇની રકમ ખંખેરી લીધી. સાઇબર પોલીસ મથકના વરિષ્ઠ અધિક્ષક ડો. ગૌરવ ગ્રોવરના નેજા તળે તપાસ ટીમ રચવામાં આવી છે.
તપાસ અંતર્ગત આરોપી આશિષને જેલભેગો કરાયો છે. અયોધ્યા પોલીસે 3 કરોડ 85 લાખમાંથી 2 કરોડ 15 લાખ રૂૂપિયા શ્રદ્ધાળુઓના ખાતામાં પુન: જમા કરાવ્યા છે. 1.70 કરોડની રિકવરીની પ્રક્રિયા ચાલી રહી છે. તે પણ પરત ચૂકવવામાં આવશે તેમ દાવો કરાયો છે.