રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા CM,ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા

02:13 PM Dec 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. જેમાં ભાજપ દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસદગી કરી લેવામાં આવી છે. એટલે કે આગામી મુખ્યમંત્રી પણ હવે દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તે ફાઈનલ થઇ ગયું છે.

સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી (અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.

દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી આગળ હતા.

બે વખત સીએમ રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ આ પદની રેસમાં સૌથી આગળ હતા. તેઓ 2014માં પ્રથમ વખત રાજ્યના સીએમ બન્યા હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય થયો છે. ગઠબંધનને 230 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ભાજપને સૌથી વધુ 132 સીટો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.

5 ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ કાર્યક્રમની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. સોમવારે તેઓ દક્ષિણ મુંબઈમાં સમારોહના સ્થળે પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. સૂત્રોનું કહેવું છે કે આ શપથ ગ્રહણ સમારોહ માટે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના અન્ય મોટા નેતાઓ પણ હાજરી આપી શકે છે.

Tags :
Devendra Fadnavisindiaindia newsMaharashtra CMMaharashtra newsMaharashtra political news
Advertisement
Next Article
Advertisement