For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

6 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવાયા છતાં સુખુને રાજસુખ નહીં

06:14 PM Feb 29, 2024 IST | Bhumika
6 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવાયા છતાં સુખુને રાજસુખ નહીં

હિમાચલ પ્રદેશમાં રાજકીય યુદ્ધ ચાલુ છે. ખુદને યોદ્ધા ગણાવતા સીએમ સુખવિન્દર સિંહ સુખુ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનો દાવો કરી રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચ્યું હોવાના અહેવાલો આવ્યા હતા અને એવું પણ કહેવાતું હતું કે કદાચ હવે સુખુ સરકારનું સંકટ ટળી જશે.

Advertisement

વિક્રમાદિત્યના રાજીનામા અંગે ફરી કહેવામાં આવ્યું કે તે સ્વીકારવામાં આવ્યું નથી. ચર્ચાનો તબક્કો ચાલી રહ્યો છે, તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ બધા વચ્ચે સીએમ હાઉસમાં નાસ્તાને લઈને સુખુ સરકારની ગણતરી ફરી ખોટી પડી છે.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં કોંગ્રેસ લાઇનને પાર કરીને ક્રોસ વોટિંગ કરનારા છ ધારાસભ્યો હરિયાણાના પંચકુલામાં પહેલેથી જ ધામા નાખે છે. કોંગ્રેસના આ તમામ બળવાખોરો સામે સ્પીકરે કાર્યવાહી કરી છે. સ્પીકરે આ તમામને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા છે.

Advertisement

એક તરફ કાર્યવાહી થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સંકટનો ઉકેલ વાતચીત દ્વારા શોધવાના પ્રયાસમાં વ્યસ્ત છે. હવે વિક્રમાદિત્ય સહિત ચાર ધારાસભ્યોએ પણ સીએમ સુખુના નાસ્તાની રાજનીતિથી પોતાને દૂર કર્યા છે. હિમાચલમાં બગડતી સંખ્યાની રમત વચ્ચે કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને સીએમ હાઉસમાં નાસ્તા માટે બોલાવ્યા હતા.

એવું કહેવાય છે કે કોંગ્રેસના ચાર ધારાસભ્યો વિક્રમાદિત્ય સિંહ, મોહન લાલ, નંદ લાલ અને ધનીરામે સીએમ હાઉસમાં આયોજિત નાસ્તો છોડી દીધો હતો. આ ચારેય ધારાસભ્યો સીએમ હાઉસમાં આયોજિત નાસ્તામાં હાજર રહ્યા ન હતા.

સ્પીકરે ક્રોસ વોટીંગ કરનારા તમામ ધારાસભ્યોને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા છે. આ સાથે ગૃહની સંખ્યા હવે 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમતનો આંકડો પણ ઘટીને 32 પર આવી ગયો છે.
ગઈકાલ સુધીનું ચિત્ર એવું હતું કે છ બળવાખોરો અને એક વિક્રમાદિત્ય સહિત સાતને હટાવાય તો પણ કોંગ્રેસ પાસે 33 ધારાસભ્યો હતા અને ગેરલાયકાતની કાર્યવાહી બાદ પક્ષ બહુમતીના આંકથી આગળ થઈ ગયો હોય તેમ લાગતું હતું. પરંતુ હવે સીએમ હાઉસમાં ત્રણ ધારાસભ્યોના નાસ્તાથી દૂર રહેવાના કારણે આ ગણિત ફરી ખોટું થયું છે. જો નાસ્તામાં હાજર ન હોય તેવા ધારાસભ્યોને કાઢી નાખવામાં આવે તો સુખુ સરકાર પાસે હાલમાં 30 ધારાસભ્યો છે, જે બદલાયેલા સંજોગોમાં બહુમતી માટે જરૂૂરી 32ના આંકડો કરતાં બે ઓછા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement