ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ઘરેલુ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં

10:59 AM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

આપણે ત્યાં નવો મહિનો શરૂૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસ માટે છે. ઓઈલ કંપનીઓએ સતત ચોથા મહિને કોમર્શિયલ ગેસના ભાવ ઘટાડયા છે અને રેસ્ટોરન્ટ્સ, હોટલો સહિતના બિઝનેસને રાહત આપી પણ સામાન્ય લોકોને ઠેંગો બતાવાયો છે કેમ કે ઘર વપરાશના એલપીજી ગેસ એટલે કે રાંધણગેસના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નથી ઘરેલુ ગેસના 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ અત્યારે લગભગ 850 રૂૂપિયા છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.

Advertisement

કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો અને ઘરવપરાશના એલપીજીના ભાવ યથાવત રાખીને ઓઈલ કંપનીઓએ એકને ગોળ ને એકને ખોળની નીતિ ચાલુ રાખી છે. કેન્દ્ર સરકારના તાબા હેઠળની ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂૂપિયાનો ઘટાડો કર્યો તેનો અમલ સોમવારથી શરૂૂ પણ થઈ ગયો છે. આ નવા ભાવ સાથે 1 સપ્ટેમ્બરથી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ દિલ્હીમાં 1580 રૂૂપિયા અને મુંબઈમાં 1531 રૂૂપિયા થયો છે. મોદી સરકાર કોમર્શિયલ એલપીજીના ભાવ ઘટાડીને પોતે રાહત આપી હોવાની છાપ ઉભી કરે છે પણ આ રાહત નથી.

મીડિયામાં એલપીજી ગેસના ભાવ ઘટ્યા એવા છેતરામણા સમાચાર અપાય છે તેથી સામાન્ય માણસ પોતાને ફાયદો થયાની આશામાં સમાચાર વાંચે છે પણ વાંચ્યા પછી ખબર પડે છે કે, ઓઈલ કંપનીઓએ આપણને ફરી ઉલ્લુ બનાવી દીધા છે. ઘરેલુ વપરાશના રાંધણગેસ જેવો જ ખેલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થાય છે. આપણે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ તેના કારણે દેશને ફાયદો થતો હોવાની વાતો કરાય છે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થતું નથી. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ એક જ છે કેમ કે સરકાર ભાવઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવાના બદલે એક્સાઈઝ વધારીને પોતાની તિજોરી ભરે છે. એપ્રિલમાં રાંધણગેસના ભાવ 50 રૂૂપિયા વધારાયા ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટીમાં પ્રતિ લિટર બે રૂૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારો 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યો હતો. હવે ભાવ ઘટયા પણ આ વધારો પાછો ખેંચાયો નથી. સરકારની આવક વધે એ સારું છે પણ આ વધેલી આવકનો ફાયદો મધ્યમ વર્ગને બહુ થતો નથી. મોટા ભાગની આવક વોટબેંક માટે ચલાવાતી રોકડાની સ્કીમોમાં ખર્ચાઈ જાય છે.

Tags :
indiainternational crude pricepetrol and diesel
Advertisement
Next Article
Advertisement