5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યું
વિશ્ર્વભરમાં મંદીના વાદળોનો ભય ભારતીય રોકાણકારો પર હાવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 5 વર્ષ બાદ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો મધ્યસ્થ બેંક એટલે કે RBI પાસેથી ઉધાર લે છે. આ લોનને સસ્તી બનાવવા માટે કરવામાં આવે છે જેથી બજારમાં તરલતા વધે. સામાન્ય રીતે, શેરબજાર આવી જાહેરાતોને સકારાત્મક પ્રતિસાદ આપે છે અને બેંકિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં ઉછાળો જોવા મળે છે. પરંતુ આજે પણ આ ક્ષેત્રોમાં હજુ સુધી હકારાત્મક અસર જોવા મળી નથી. આ જાહેરાત બાદ બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 0.5% સુધી ગબડી હતી, જ્યારે જઇઈં, ઙગઇ અને એક્સિસ બેંક જેવી મોટી બેંકોના શેરમાં પણ ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં બપોરે અઢી વાગ્યા આસપાસ 0.76 ટકાનો ઘટાડો થતાં 77,457 પર ટ્રેડ થયો હતો.
વિશ્વભરમાં મંદીના ભય અને યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓએ બજારની દિશાને પ્રભાવિત કરી છે. રોકાણકારોને લાગે છે કે વૈશ્વિક આર્થિક કટોકટી સામે આ કાપ અપૂરતો સાબિત થઈ શકે છે આ ઉપરાંત રોકાણકારો ઊંચા કાપની અપેક્ષા રાખતા હતા. નિષ્ણાતો કહે છે કે બજાર ઓછામાં ઓછા 0.50% કટની અપેક્ષા રાખતું હતું, જેની વાસ્તવિક અસર દેવા પર પડી હશે તથા બજારના નિષ્ણાતો માને છે કે વર્તમાન ફુગાવાની સમસ્યાને ઉકેલવા માટે આ કાપ પૂરતો નથી અને બજારને વધુ નક્કર પગલાંની જરૂર હતી.