For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાનમાં રણ ત્યાં જળ જેવી સ્થિતિ, અનેક જિલ્લામાં 13 ઇંચ સુધી વરસાદથી પૂર

11:29 AM Aug 25, 2025 IST | Bhumika
રાજસ્થાનમાં રણ ત્યાં જળ જેવી સ્થિતિ  અનેક જિલ્લામાં 13 ઇંચ સુધી વરસાદથી પૂર

13 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર, નેશનલ-એકસપ્રેસ હાઇવે બંધ

Advertisement

રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કોટા ડીવીઝનમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સવાઇ માધોપુરમાં જળબંબાકારની પરિસ્થિતી છે.
કોટા ડિવિઝનમાં સૌથી વધુ વરસાદ નૈનવાનમાં 13 ઇંચ (338 મીમી) થી વધુ નોંધાયો. સુલતાનપુરમાં 220 મીમી વરસાદ નોંધાયો. બીજી તરફ, કોટા શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો. ઘણી વસાહતો ડૂબી ગઈ. શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને બચાવી અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. વહીવટીતંત્રે કોટા-બુંદી અને બારન જિલ્લામાં સરકારી, ખાનગી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં શનિવારની રજા જાહેર કરી છે.

સુલતાનપુરના નીમલી ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાણી ભરાઈ ગયું હતું. ખાડીના કલ્વર્ટથી મીરા રોડ બસ સ્ટેન્ડ સુધી મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. અમરપુરા અને ખેડલી કાલ્યા તળાવો છલકાઈ ગયા હતા. નજીકની વસાહતોને ખાલી કરાવવામાં આવી રહી છે. બચાવ ટીમ વૃદ્ધો અને બાળકોને હાથમાં લઈને પાણીમાં બહાર નીકળી હતી.

Advertisement

કોટા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા અને 36 હજાર ક્યુસેક પાણી બહાર કાઢવામાં આવ્યું. ઊછઈઙના કાલીસિંધ નદી પર બનેલા નવનારા ડેમના પાંચ દરવાજા ખોલીને 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તકલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે ડેમનો એક દરવાજો ખોલીને 268 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના કોટા, બુંદી, સવાઈ માધોપુર, જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પછી, સવાઈ માધોપુરમાં લગભગ 50 ફૂટ જમીન ડૂબી ગઈ છે. રાજસ્થાનના સીકરમાં, રવિવારે નાની બિહાડ ડેમ તૂટવાને કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-52 નો 10 કિલોમીટરનો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો.

રાજસ્થાનના ઝાલાવાડમાં રવિવારે એક પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ. કારમાં બેઠેલા એક સરકારી શિક્ષક સહિત 2 લોકોનાં મોત થયા, જ્યારે 2 લોકો ગુમ છે. રાજસ્થાનના સવાઈ માધોપુર લ્લિામાં, રવિવારે ત્રણ દિવસ સુધી સતત ભારે વરસાદને કારણે જાડાવત ગામના ખેતરોમાં ધોવાણ થયું. જેના કારણે ખેતરોમાં ઊંડી ખાડો પડી ગયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement