For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરતો દેઓલ પરિવાર

04:59 PM Dec 03, 2025 IST | Bhumika
ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરતો દેઓલ પરિવાર

દિવંગત બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું દીકરા સની દેઓલ અને બોબી દેઓલે ગંગામાં વિસર્જન કર્યું છે.આ સમગ્ર કાર્યક્રમ પણ દેઓલ પરિવારે ખુબ જ પ્રાઈવેટ રાખ્યો હતો.

Advertisement

બંન્ને દીકરાએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતુ. સની દેઓલ અને બોબી દેઓલ પોતાના દીકરા કરણ દેઓલ, રાજવીર દેઓલ તેમજ આર્યમાન દેઓલની સાથે જોવા મળ્યા હતા. સની દેઓલ અને બોબી દેઓલે પોતાના પિતાની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી ડુબકી લગાવી હતી. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના દીકરા અને પિતાનું અસ્થિનું વિસર્જન કરવાનો વીડિયો વાયરલ થયો હતો.

ધર્મેન્દ્રના અસ્થિ ગંગામાં વિસર્જન કર્યા પછી, સની દેઓલ અને બોબી દેઓલ ઈમોશનલ થયા હતા. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામા આવ્યા હતા.દેઓલ પરિવારે ધર્મેન્દ્રના મૃતદેહને તેમના ઘરેથી એમ્બ્યુલન્સમાં સ્મશાનગૃહ સુધી લઈ ગયા. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હતો, અને ગેટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અંતિમ સંસ્કાર પછી પ્રાર્થના સભા પણ યોજાઈ હતી, પરંતુ સની દેઓલ કે બોબી દેઓલે તેમના પિતાના મૃત્યુ અંગે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ન હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement