For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારના નિર્ણયની ટીકા કરનાર પર કેસ થશે તો લોકશાહી ખતમ થઇ જશે: સુપ્રીમ

11:28 AM Mar 08, 2024 IST | Bhumika
સરકારના નિર્ણયની ટીકા કરનાર પર કેસ થશે તો લોકશાહી ખતમ થઇ જશે  સુપ્રીમ
  • 370 કલમ હટી તો પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભકામના આપનાર પરની FIR રદ કરતી વડી અદાલત

સુપ્રીમ કોર્ટે કાલે બંધારણની કલમ 370 નાબૂદ કરવા અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા વોટ્સએપ સ્ટેટસ મૂકવા બદલ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધાયેલ કોલેજના પ્રોફેસર (પીટીશનર) વિરુદ્ધ ઈન્ડિયા પીનલ કોડ (આઈપીસી) ની કલમ 153અ હેઠળ દ્વેષપૂર્ણ ભાષણના કેસને રદ કર્યો હતો.

Advertisement

ન્યાયમૂર્તિ અભય ઓકા અને ઉજ્જલ ભુયાનની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે દરેક નાગરિકને બંધારણની કલમ 19 હેઠળ અન્ય દેશોના નાગરિકોને તેમના સંબંધિત સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપવાનો મૂળભૂત અધિકાર છે અને તે કોઈપણ ગુનો નથી.

જો ભારતનો નાગરિક 14મી ઑગસ્ટના રોજ, જે તેમનો સ્વતંત્રતા દિવસ છે, પાકિસ્તાનના નાગરિકોને શુભકામનાઓ આપે છે, તો તેમાં કંઈ ખોટું નથી.
કલમ 370 નાબૂદ કરવાની ટીકા કરવા પર, કોર્ટે કહ્યું કે દરેક નાગરિકને સરકારની દરેક કાર્યવાહીની ટીકા કરવાનો અધિકાર છે અને માત્ર સરકારના નિર્ણયની ટીકા કરવાથી આઇપીસીની કલમ 153 લાગી શકે નહીં.

Advertisement

ભારતના બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય અને તેના આધારે લેવાયેલા આગળના પગલાં સામે અપીલકર્તા દ્વારા આ એક સરળ વિરોધ છે. આર્ટિકલ 19(1)(ફ) હેઠળ ભારતનું બંધારણ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતની બાંયધરી આપે છે આ ગેરંટી હેઠળ, દરેક નાગરિકને અનુચ્છેદ 370 નાબૂદ કરવાની કાર્યવાહી અથવા તે બાબત માટે, રાજ્યના દરેક નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. તેને કહેવાનો અધિકાર છે કે તે રાજ્યના કોઈપણ નિર્ણયથી નારાજ છે.સંવિધાનની કલમ 19(1)(ફ) દ્વારા બાંયધરી આપેલ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિભાવના અને તેમની સ્વતંત્ર વાણી અને અભિવ્યક્તિ પર વાજબી સંયમની મર્યાદા વિશે આપણા પોલીસ તંત્રને પ્રબુદ્ધ અને શિક્ષિત કરવાનો સમય આવી ગયો છે. તેઓ સંવેદનશીલ હોવા જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement