દિલ્હી ડ્રામા : ‘આપ’ના ઉમેદવારોને લાંચના આક્ષેપ બાદ ગવર્નરે એન્ટિ કરપ્શન બ્યૂરોને કેજરીવાલના ઘરે મોકલ્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યો પરના પક્ષપલટુના આરોપો પર ચર્ચા કરવામાં આવશે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે AAP ધારાસભ્યો અને ઉમેદવારોને 15 કરોડ રૂૂપિયાની લાંચ આપવામાં આવી છે ભાજપના દીલ્હી યુનીટે આ મામલાની ફરિયાદ એલ. જી. વીકે સકસેનાને કરતા જ તેમણે અઈઇ ને પત્ર લખી કેજરીવાલ અને સંજયસિંહ સામે તપાસ કરવા હુકમ કર્યો છે અને એસીબી ફટાફટ કેજરીવાલના બંગલે પહોંચી હતી પરંતુ નોટીસ ન હોવાનું કારણ ધરીને પ્રવેશ જ આપવામા આવ્યો ન હતો. આ સમગ્ર મામલે ભારે રાજકિય ડ્રામા જોવા મળ્યો હતો.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ભાજપને 55થી વધુ બેઠક મળી રહી છે. છેલ્લા બે કલાકમાં, અમારા 16 ઉમેદવારોને કોલ કરીને કહેવામાં આવ્યું છે કે AAP છોડીને અમારી પાર્ટીમાં સાથે આવી જાઓ, મંત્રી બનાવી દેશું અને દરેકને રૂૂ.15 કરોડ આપવામાં આવશે. જો તેમના પક્ષને 55થી વધુ બેઠકો મળી રહી છે તો પછી અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂૂર છે, દેખીતી રીતે, કેટલાક ઉમેદવારોને હરાવી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે જ આ નકલી સર્વે કરવામાં આવ્યા છે, પરંતુ આ લોકોના કારણે અમારો એકપણ માણસ નહિ તૂટે.
એન્ટી કરપ્શન બ્યુરો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના દાવાની તપાસ કરશે જેમાં તેમણે ભાજપ પર તેમના વર્તમાન ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્યોને પણ 15 કરોડ રૂૂપિયાની ઓફર આપવામાં આવી છે. આ મામલે બીજેપીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને કેજરીવાલ અને સંજય સિંહ સામે કેસ નોંધવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને નિર્દેશ આપવા માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ એસીબીને મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.