રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો: દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી બચાવતી અરજી ફગાવી 

06:27 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. આજે કોર્ટે કહ્યું કે તેમને ધરપકડથી કોઇ રાહત આપવામાં નહીં આવે. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.

વાસ્તવમાં, કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં તો તેઓ ઇડી સમક્ષ હાજર થઇ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે.. કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.સુનાવણી દરમિયાન EDએ કોર્ટ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દસ્તાવેજો રજૂ કર્યા અને કહ્યું કે અમે તમને કોર્ટના કહેવા પર દસ્તાવેજો બતાવી રહ્યા છીએ. અરજદારોએ આની માંગણી કરવી જોઈએ નહીં.

આ દરમિયાન ઈડી વતી કહેવામાં આવ્યું હતું કે તમે વચગાળાના આદેશને પૂર્વ પુરાવા તરીકે લઈ શકતા નથી. સુરક્ષા પ્રદાન કરવા માટે આપવામાં આવેલા આદેશોનો ઉલ્લેખ કરતા એએસજીએ કહ્યું કે વચગાળાની રાહત માટેના આદેશને નિયમ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે એક પછી એક સમન્સ મોકલી રહ્યા છો! તો તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? ઈડીના વકીલ એએસજી એસવી રાજુએ જવાબ આપતા કહ્યું હતું કે 'ખબર નહીં મુખ્યમંત્રીને કોણે કહી દીધુ કે અમે તેમની ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.'

 

 

Tags :
arvind kejriwaldelhi high courtindiaindia news
Advertisement
Next Article
Advertisement