For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી બની દરિયો: સંસદથી સુપ્રીમ સુધી પાણી પાણી, 7નાં મોત

11:00 AM Aug 01, 2024 IST | Bhumika
દિલ્હી બની દરિયો  સંસદથી સુપ્રીમ સુધી પાણી પાણી  7નાં મોત
Advertisement

રસ્તાઓ ઉપર 3થી 4 ફૂટ પાણી, શાળાઓમાં રજા જાહેર, વિમાની સેવાને પણ અસર

ચોમાસાનો વરસાદ આફત અને જીવલેણ બની ગયો છે. એટલો વરસાદ પડી રહ્યો છે કે રાજધાની દિલ્હી પણ પાણીમાં ડૂબી ગયું છે. સંસદ અને સુપ્રીમ કોર્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિ એવી છે કે સરકારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ભારે વરસાદે 7 લોકોનો ભોગ લીધો છે. એરપોર્ટ રનવે ઉપર પણ પાણી ફરી વળતાં રાત્રિની દિલ્હી આવતી અનેક ફલાઈટો ડાયવર્ડ કરવામાં આવી હતી. મોડી રાત સુધી વિમાન વ્યવહાર પ્રભાવીત રહ્યો હતો.

Advertisement

દિલ્હી-એનસીઆરમાં રાત્રે લગભગ 5 કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે તે જ્યાં હતો ત્યાં જ ફસાઈ ગયો. સ્થિતિ એવી હતી કે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં વરસાદને કારણે એક હોર્ડિંગ પડી ગયું, જેના કારણે મુકેશ ગોસ્વામી (55) નામના વ્યક્તિનું મોત થયું. ઘોડામાં નિર્માણાધીન ગટર પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે એક મહિલા તનુજા (22) અને તેના 3 વર્ષના પુત્ર પ્રિયાંશનું ડૂબી જવાથી મોત થયું હતું. કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગ્રેટર નોઈડાના તુગલપુરમાં જીમની છત તૂટી પડી અને કાટમાળ નીચે દબાઈને બે યુવકો ઘાયલ થયા. આજે દિલ્હીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ બંધ છે. નવા સંસદ ભવનમાં પણ પાણી ટપકયું હતું અને પરિસરના કેટલાક ભાગોમાં પાણી ઘુસી ગયા હતા.

મુશળધાર વરસાદને કારણે દિલ્હીના આઇટીઓ, કનોટ પ્લેસ, મિન્ટો રોડ, મોતી બાગ, ચાંદની ચોક, સંસદ, સુપ્રીમ કોર્ટ, એઈમ્સ, લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ, ઈન્ડિયા ગેટ-રિંગ રોડ ટનલ, પ્રગતિ મેદાન, કરોલ બાગ, લાજપત નગર, સરોજિની. નગર, આરકે પુરમ, આઈએનએ, હૌજ ખાસ, આશ્રમ, દરિયાગંજ, તુર્કમાન ગેટ, બલ્લીમારન, સંગમ વિહાર, બદરપુર, ઓલ્ડ રાજીન્દર નગર, સબઝી મંડી, મયુર વિહાર સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એલજી વીકે સક્સેના અને મંત્રી આતિશીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આજે તમામ શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ રાખવાના આદેશ છે. નોઈડામાં મમુરા, ડીએનડી લૂપ, ચિલ્લા, ગોલ ચક્કર, જીઆઈપી અંડરપાસ, સેક્ટર-60 અંડરપાસમાં પાણી ભરાયા છે.

બિહાર-યુ.પી.માં 23નાં મોત
બિહારમાં પણ વરસાદે તબાહી મચાવી છે. જો કે ઉત્તર પ્રદેશમાં ગઈકાલે ઘણા દિવસો પછી વરસાદ પડ્યો હતો, પરંતુ તે વરસાદે સ્થિતિ વધુ ખરાબ કરી હતી. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે અલગ-અલગ અકસ્માતોમાં 12 લોકોના મોત થયા છે. બિહારમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં એટલો વરસાદ પડ્યો કે વિધાનસભામાં પાણી ભરાઈ ગયા. પ્રયાગરાજના જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા. આગ્રામાં વરસાદના પાણીમાં અચાનક વ્હીલ બંધ થવાને કારણે કાર સ્કૂટી સાથે અથડાતાં માતા-પુત્ર ગટરમાં પડી ગયા હતા. નાળામાં ડૂબી જવાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો, પરંતુ લોકોએ તેના બાળકને બચાવી લીધો.

Advertisement
Tags :
Advertisement
Advertisement