For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ

11:42 AM Nov 15, 2025 IST | admin
પરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ

તરરી વિધાનસભા બેઠકના ઉમેદવાર જન સુરજ પાર્ટીના ચંદ્રશેખર સિંહનું શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ચૂંટણી પરિણામો જાહેર થયાના થોડા કલાકો પછી જ આ ઘટના બની. તેઓ પટણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

Advertisement

તેમને તરરી બેઠક પરથી 2,271 મત મળ્યા, જે ભાજપના વિશાલ પ્રશાંત દ્વારા જીતી હતી. તેમના મૃત્યુ બાદ ચંદ્રશેખરસિંહનો પરિવાર શોકમાં છે. 31 ઓક્ટોબરના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પહેલો હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને પટણામાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે (શુક્રવારે) સાંજે 4 વાગ્યે તેમને બીજો હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

ચંદ્રશેખર સિંહના પરિવાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. ચંદ્રશેખરસિંહ જ્યાં જન સૂરજના ઉમેદવાર હતા તે મતવિસ્તારમાં 29 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના વિશાલ પ્રશાંત 96,887 મતો સાથે પ્રથમ ક્રમે આવ્યા. સીપીઆઈએમએલના મદનસિંહ 85,423 મતો સાથે બીજા ક્રમે આવ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement