અલ્લુ અર્જૂન સાથેની ફિલ્મ માટે દીપિકા પાદુકોણ સતત 100 દિવસ શૂટિંગ કરશે
10:52 AM Aug 21, 2025 IST
|
Bhumika
Advertisement
રશ્મિકા મંદાના, જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુરની પણ મહત્ત્વની ભૂમિકા
Advertisement
દીપિકા પાદુકોણ હાલમાં અલ્લુ અર્જુન સાથેની ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં કામ કરી રહી છે. આ એક બિગ બજેટ ફિલ્મ છે અને એનાં વિઝ્યુઅલ્સ અને ઍક્શન ઇન્ટરનેશનલ ટીમ ડિઝાઇન કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દીપિકા આ ફિલ્મનું શૂટિંગ એક જ શેડ્યુલમાં આટોપી લેશે અને આ માટે તેણે સળંગ 100 દિવસ ફાળવ્યા છે.
આ ફિલ્મમા દીપિકા લીડ ઍક્ટ્રેસ છે અને અલ્લુ અર્જુન ટ્રિપલ રોલ કરી રહ્યો છે ફિલ્મમાં દીપિકા સિવાય રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે. દીપિકા નવેમ્બર 2025થી શૂટિંગ શરૂૂ કરશે. આ ફિલ્મ 2027ના સેક્ધડ હાફમાં રિલીઝ થશે.
Next Article
Advertisement