For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરારમાં બિલ્ડિંગ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 ઉપર પહોંચ્યો

06:52 PM Aug 28, 2025 IST | Bhumika
વિરારમાં બિલ્ડિંગ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 ઉપર પહોંચ્યો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે સવારે આશરે 12:05 વાગ્યે રામાબાઈ એપાર્ટમેન્ટ નામની એક ચાર માળની ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો . આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં એક માતા-પુત્રીની પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે બે લોકોને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisement

દુર્ઘટનાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બચાવ અને રાહત કાર્ય પુરજોશમાં ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. પાલઘરના જિલ્લા કલેક્ટર ઈન્દુ રાની ÅMXના જણાવ્યા અનુસાર કાટમાળમાં હજુ પણ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ઓળખ થઈ છે જેમાં 14 મૃત્યુ, 1 ઘાયલ અને 1 સુરક્ષિત લોકોનો સમાવેશ થાય છે.
શરૂૂઆતમાં સાંકડા વિસ્તારને કારણે ભારે મશીનો ઘટના સ્થળે પહોંચી શકતી ન હોવાથી કાટમાળ હટાવવાનું કામ હાથોથી કરવું પડ્યું હતું. હવે મશીનોની મદદથી કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

આ ઇમારત 2012માં બનાવવામાં આવી હતી, પરંતુ તે સંપૂર્ણપણે ગેરકાનૂની હતી અને વસઈ-વિરાર નગર નિગમ (VVMC)ની મંજૂરી વિના તે બનાવાઈ હતી. આ રામાબાઈ એપાર્ટમેન્ટમાં કુલ 50 ફ્લેટ હતા, જેમાંથી 12 ફ્લેટ તે ભાગમાં હતા જે તૂટી પડ્યો હતો. ઇમારત ધરાશાયી થયા બાદ પોલીસ દ્વારા બિલ્ડરની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી ટટખઈની ફરિયાદ પર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement