For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

06:14 PM Nov 26, 2025 IST | Bhumika
પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક  સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કડક ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ આપણી સિસ્ટમ પર એક નસ્ત્રમોટો કલંકસ્ત્રસ્ત્ર છે અને દેશ હવે તેને સહન કરશે નહીં. પોલીસ કસ્ટડીમાં હિંસા અને મૃત્યુને લઈ સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટ દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાની ખામી સંબંધિત સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે.

Advertisement

કોર્ટે આઠ મહિનામાં રાજસ્થાનમાં 11 કસ્ટોડિયલ મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બે ન્યાયાધીશોની બેન્ચ, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે, દેશ હવે આવી ઘટનાઓને સહન કરશે નહીં. આ સિસ્ટમ પર એક કલંક છે. કસ્ટડીમાં મૃત્યુ થઈ શકે નહીં.

જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કસ્ટડીમાં મૃત્યુને કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઠેરવી શકે નહીં. જોકે, કોર્ટ એ હકીકતથી નારાજ હતી કે કેન્દ્ર સરકારે હજુ સુધી તેનો અનુપાલન અહેવાલ દાખલ કર્યો નથી. કોર્ટે આ અંગે તીખો સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ કોર્ટને હળવાશથી કેમ લઈ રહી છે? આ પછી, કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવાનું વચન આપ્યું હતું.સુપ્રીમ કોર્ટે 2018 અને 2020 માં આદેશ આપ્યો હતો કે સીબીઆઈ, ઇડી અને એનઆઈએ જેવી કેન્દ્રીય એજન્સીઓના તમામ પોલીસ સ્ટેશનો અને કચેરીઓ સંપૂર્ણ કવરેજવાળા સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમથી સજ્જ હોય. જોકે, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અત્યાર સુધીમાં ફક્ત 11 રાજ્યોએ તેમના અહેવાલો રજૂ કર્યા છે. ઘણા રાજ્યો અને ઘણા કેન્દ્રીય વિભાગોએ હજુ સુધી કોઈ માહિતી પૂરી પાડી નથી.પરંતુ અન્ય હજુ પણ પાછળ છે. મધ્યપ્રદેશે ખૂબ જ સારું કામ કર્યું છે, દરેક પોલીસ સ્ટેશન અને ચોકી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રુમ સાથે લાઈવ કનેક્ટેડ છે. બેન્ચે તેની પ્રશંસા કરી હતી.

Advertisement

કોર્ટે આદેશ આપ્યો કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી તેમના અહેવાલો રજૂ કર્યા નથી તેમણે ત્રણ અઠવાડિયામાં તેમની માહિતી રજૂ કરવી પડશે. જો અહેવાલો રજૂ કરવામાં નહીં આવે તો તે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ વિભાગના મુખ્ય સચિવને કોર્ટમાં હાજર રહેવાની જરૂૂર પડશે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જો કેન્દ્રીય એજન્સીઓ પાલન નહીં કરે તો તેમના ડિરેક્ટરોને સમન્સ પાઠવવામાં આવશે. કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી 16 ડિસેમ્બર માટે સૂચિબદ્ધ કરી છે. ત્યાં સુધીમાં, બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારે તેમના અહેવાલો રજૂ કરવા પડશે.

અમેરિકન મોડેલ, ઓપન એર જેલ વિષે વિચારણા સુનાવણી દરમિયાન, અમેરિકન મોડેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યાં સીસીટીવી લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવે છે અને કેટલીક ખાનગી જેલો અસ્તિત્વમાં છે. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા, સીએસઆર ફંડનો ઉપયોગ કરીને ખાનગી જેલો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે તે પહેલાથી જ ઓપન એર જેલ મોડેલ પર એક કેસ પર વિચાર કરી રહી છે, જે જેલોમાં ભીડભાડ અને હિંસા જેવા મુદ્દાઓને ઘટાડી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement