કેળાના તરાપા ઉપર સ્મશાનગૃહ પહોંચ્યો મૃતદેહ
11:10 AM Aug 05, 2025 IST | Bhumika
પશ્ર્ચિમ બંગાળના મેદનીપુર જિલ્લાના ઘાટલ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભૂતપૂર્વ કાઉન્સિલર કાનાઈલાલ ચૌધરીની પત્નીનું રવિવારે અવસાન થયું હતું, પરંતુ ચારે બાજુ પાણી ભરાઈ જવાને કારણે કોઈ વાહન કે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. જેના કારણે પરિવારે મૃતદેહને કેળાના તરાપા પર બાંધીને ડીંગીની મદદથી સ્મશાનગૃહ લઈ જવો પડ્યો હતો. તસવીરમાં, જોઈ શકાય છે કે મૃતદેહને કેળાના તરાપા પર સ્મશાનગૃહ લઈ જવામાં આવી રહ્યો છે. પરિવારના સભ્યો રડતા જોવા મળી રહ્યા છે.
Advertisement
Advertisement