રાજસ્થાનના અલવરમાં ઘરની છત પરથી ડ્રમમાં ભરેલી લાશ મળી
મેરઠની મુસ્કાનની ઘટના યાદ છે? જે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને તેની લાશ નીલા ડ્રમમાં ભરી દીધી હતી. તે ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો. હવે આવી જ એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનના અલવરમાં બની છે. અલવરના ખેરથલ-તિજારા વિસ્તારમાં એક ઘરની છત પર નીલા ડ્રમમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે. મૃતકની પત્ની, તેના ત્રણ બાળકો અને મકાનમાલિકનો પુત્ર ગાયબ છે. શંકા છે કે પત્ની અને તેના પ્રેમીએ મળીને પતિની હત્યા કરી અને ફરાર થઈ ગયા.
મૃતકની ઓળખ હંસરાજ ઉર્ફે સૂરજ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો રહેવાસી હતો. તે ખેરથલ-તિજારાના આદર્શ કોલોનીમાં પોતાની પત્ની સુનીતા અને ત્રણ બાળકો સાથે રહેતો હતો. ડેપ્યુટી એસપી રાજેન્દ્ર સિંહ નિરવાણના જણાવ્યા મુજબ, હંસરાજ લગભગ દોઢ મહિનાથી આ કોલોનીમાં ભાડાના ઘરમાં રહેતો હતો અને સ્થાનિક ઈંટના ભઠ્ઠા પર કામ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હંસરાજ દારૂૂનું સેવન કરતો હતો અને તેની મકાનમાલિકના પુત્ર જિતેન્દ્ર સાથે દોસ્તી થઈ ગઈ હતી. જિતેન્દ્ર અવારનવાર હંસરાજના ઘરે આવતો અને સમય વિતાવતો. અચાનક હંસરાજના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી, જેના પગલે પડોશીઓએ આસપાસ તપાસ કરવાનું શરૂૂ કર્યું. તેમને જાણવા મળ્યું કે દુર્ગંધ છત પર રાખેલા ડ્રમમાંથી આવી રહી છે. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો ડ્રમમાંથી હંસરાજનો મૃતદેહ મળી આવ્યો. તેના ગળા પર ધારદાર હથિયારના નિશાન જોવા મળ્યા. મળતી માહિતી મુજબ ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને નમક સાથે ડ્રમમાં ભરી દેવામાં આવી, જેથી તે ઝડપથી ગળી જાય. હંસરાજની પત્ની સુનીતા, તેના ત્રણ બાળકો અને મકાનમાલિકનો પુત્ર જિતેન્દ્ર ગાયબ છે. પોલીસને શંકા છે કે આ ઘટના અનૈતિક સંબંધો સાથે જોડાયેલી હોઈ શકે છે,