રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિલ્હીમાં ભારે વરસાદથી સંસદમાં પણ પાણી ટપક્યું , રસ્તાઓમાં ભરાયા પાણી , 3 કમકમાટી ભર્યા મોત

10:06 AM Aug 01, 2024 IST | admin
Advertisement

આકરી ગરમી સહન કરતી દિલ્હીમાં બુધવારે સાંજે આશરે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં 5 ઈંચ વરસાદમાં દેશની રાજધાની પાણી પાણી થઈ ગઇ હતી. અનેક જગ્યાએ રોડરસ્તા તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે ગાઝિયાબાદ નજીકના ગાઝીપુરમાં એક મહિલા નાળામાં ગરકાવ થતાં મૃત્યુ પામી. તેની સાથે તેનું બાળક પણ હતું જે મૃત્યુ પામી ગયો છે. બીજી બાજુ શાકમાર્કેટ વિસ્તારમાં એક દુકાન ધરાશાયી થઈ જતાં એક વ્યક્તિ દટાઈ જતાં મૃત્યુ પામી ગયા.

Advertisement

દિલ્હીમાં વરસાદ બાદ નવી સંસદ બિલ્ડીંગમાં પાણી ભરાવાને કારણે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ અંગે નોટિસ પણ આપી છે. કોંગ્રેસે સંસદમાં વોટર લોગિંગ પર સવાલ ઉઠાવતા આ નોટિસ આપી છે.નિકમે નોટિસમાં કહ્યું છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે હું તમામ પક્ષોના સાંસદોની બનેલી એક વિશેષ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું, જે બિલ્ડિંગની સંપૂર્ણ તપાસ કરશે.મણિકમ ટાગોર બી, તમિલનાડુની વિરુધુનગર સીટના કોંગ્રેસના સાંસદ નોટિસ જારી કરતાં તેમણે લખ્યું હતું કે, "હું તમને આ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની દરખાસ્ત લાવવાની મંજૂરી મેળવવાના મારા ઇરાદા વિશે જણાવું છું, જેથી મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ શકે."

આકરી ગરમી સહન કરતી દિલ્હીમાં બુધવારે સાંજે આશરે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં 5 ઈંચ વરસાદમાં દેશની રાજધાની પાણી પાણી થઈ ગઇ હતી. અનેક જગ્યાએ રોડરસ્તા તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે ગાઝિયાબાદ નજીકના ગાઝીપુરમાં એક મહિલા નાળામાં ગરકાવ થતાં મૃત્યુ પામી. તેની સાથે તેનું બાળક પણ હતું જે મૃત્યુ પામી ગયો છે. બીજી બાજુ શાકમાર્કેટ વિસ્તારમાં એક દુકાન ધરાશાયી થઈ જતાં એક વ્યક્તિ દટાઈ જતાં મૃત્યુ પામી ગયા.

લીકેજ સાથે અનેક જગ્યાએ પાણી જમા થયા છે

લોકસભા અધ્યક્ષને સંબોધિત આ પત્રમાં મણિકમ ટાગોરે લખ્યું છે કે ભારે વરસાદ બાદ હું મારી ચિંતા વ્યક્ત કરી રહ્યો છું. ભારે વરસાદ બાદ સંસદભવનની લોબીમાં પાણી લીકેજ થયું હતું અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. સમસ્યા એ માર્ગની છે કે જે માર્ગથી ભારતના રાષ્ટ્રપતિ નવા સંસદભવનમાં પ્રવેશતા હતા. આ ઘટના બિલ્ડીંગના નિર્માણને માત્ર એક વર્ષ થયું હોવા છતાં હાલની સમસ્યાઓને ઉજાગર કરે છે.

નવા બિલ્ડીંગની ઝીણવટભરી તપાસ કરવાની માંગ

મણિકમે આગળ લખ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે, હું તમામ પક્ષોના સાંસદોની બનેલી એક વિશેષ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું, જે બિલ્ડિંગનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. કમિટી પાણી લીકેજના કારણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બિલ્ડીંગની ડીઝાઈન અને મટીરીયલનું પણ મુલ્યાંકન કરવામાં આવશે. આ પછી, જરૂરી સમારકામની ભલામણ કરવામાં આવશે.

તમામ પક્ષો પાસેથી સમર્થન માંગવામાં આવ્યું હતું

નોટિસના અંતમાં મણિકમે લખ્યું છે કે હું તમામ સભ્યોને વિનંતી કરું છું કે તેઓ અમારી સંસદની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે આ પહેલને સમર્થન આપે. આ સૂચના પત્રની નકલ લોકસભાના અધ્યક્ષ, સંસદીય બાબતોના મંત્રાલયને પણ મોકલવામાં આવી છે.

Tags :
deathdelhidelhinewsheavyrainindiaindia news
Advertisement
Next Article
Advertisement