'દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી...', અંડરવર્લ્ડ ડોન સાથેના સબંધોને લઈને મમતા કુલકર્ણી મોટું નિવેદન
90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. ઘણા વર્ષો બાદ મમતાએ અંડરવર્લ્ડ સાથેના તેમના જોડાણ અંગે નિવેદન આપ્યું છે. તેમણે સૌથી મોટા ડોન અને ભારતના દુશ્મનોમાંના એક દાઉદ ઇબ્રાહિમ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, મમતા કહે છે, "મારો દાઉદ ઇબ્રાહિમ સાથે કોઈ સંબંધ નથી. કોઈનું નામ ચોક્કસપણે લેવામાં આવ્યું હતું. પરંતુ તમે જુઓ, તેણે દેશમાં કોઈ બોમ્બ વિસ્ફોટ કર્યા નથી કે કોઈ રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યું નથી." હું તેની સાથે નથી, પણ તે આતંકવાદી નથી. તમારે તફાવત સમજવો જોઈએ. જ્યારે તમે દાઉદનો ઉલ્લેખ કરો છો, જેની સાથે મારું નામ સંકળાયેલું છે , તેણે ક્યારેય મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કર્યો નથી. શું તમે ક્યારેય તેના વિશે સાંભળ્યું છે? હું ક્યારેય દાઉદને મળી નથી.
એવું કહેવાય છે કે તે સમયે મમતા કુલકર્ણી કથિત રીતે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધમાં હતી. ફિલ્મ "ચાઇના ગેટ" ના સેટ પર એક ઘટના બની હતી, જેના કારણે ઘણા લોકો માનતા હતા કે મમતાનો અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. તેણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી તે ફિલ્મમાં પાછી આવી. એવું માનવામાં આવે છે કે છોટા રાજનની ધમકીઓને કારણે મમતા ફિલ્મમાં પાછી આવી.
મમતાના જીવનમાં ઘણા વિવાદો થયા. તેણી 2000 કરોડ રૂપિયાના ડ્રગ દાણચોરીના કેસમાં પણ ફસાઈ હતી. એવા અહેવાલો હતા કે મમતાએ ડ્રગ લોર્ડ વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. આ અફવાઓએ અભિનેત્રીને દેશ છોડવાની ફરજ પાડી. તેણી 2000 માં ભારત છોડી ગઈ. તેની છેલ્લી ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી.
