દાઉદ ઈબ્રાહીમ ગેંગનો સાગરિત દાનિશ ચિકના ગોવાથી ઝડપાયો
દાઉદ ઇબ્રાહિમના સાગરિત અને ડોંગરીમાં તેની ડ્રગ ફેક્ટરી સંભાળનાર તસ્કર દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. દાનિશ ચિકના દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી ગણવામાં આવે છે. જે ભારતમાં ડ્રગ સિંડિકેટનો મહત્ત્વનો ભાગ છે. અગાઉ પણ તે NCBના ગિરફ્તમાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે, ડોંગરી વિસ્તારમાં ડ્રગ સિંડિકેટ ચલાવે છે. તેનું સાચુ નામ દાનિશ મર્ચંટ છે. ગોવામાં કરાયેલી ધરપકડ NCB મુંબઇ દ્વારા કરવામાં આવી છે. આ ધરપકડ બાદ દાઉદના ડ્રગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
પોલીસ આ મામલે આગામી તપાસમાં દાનિશ ચિકના સાથે પૂછપરછ કરશે. વર્ષ 2019માં એનસીબીએ ડોંગરી વિસ્ચારમાં દાઉદની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. અને કરોડો રૂૂપિયાના ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો. દાનિશ દાઉદના ખાસ ગણાતા યુસુફ ચિકનાનો મોટો પુત્ર છે. દાઉદ સાથે પણ તેના સારા સંબંધો છે. પોલીસ લાંબા સમયથી તેની તપાસ કરી રહી છે. પરંતુ તે દર વખતે પોલીસને હાથતાળી આપીને તે ફરાર થઇ ગયો હતો. પરંતુ આ સમયે તે ગોવાથી પકડાયો છે.
અને પોલીસ તેને મુંબઇ લઇ જશે. અહીં તેની સાથે ડ્રગ વેપાર અને અન્ય ધંધા વિશે પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.