રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંપત્તિ વેચી એરગન ખરીદનાર પિતાનું મેડલ મેળવી ઋણ ચૂકવતી દીકરી

01:36 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલના પ્રથમ દિવસે મહિલાઓની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને પોતાનું નામ બનાવ્યું હતું સોનમ મસ્કરે

પોતાની મહેનત અને લગનથી શૂટિંગમાં મેડલ મેળવી ડંકો વગાડનાર સોનમ મસ્કર

એક સમયે હું એકેડેમિમાંથી મળેલી કિટથી પ્રેક્ટિસ કરતી આમ છતાં મારું પ્રદર્શન ઘણું સારું રહેતું. તે સમયે કોચે જણાવ્યું કે તમારી દીકરીમાં પ્રતિભા છે પરંતુ તેને આગળ રમવા માટે તેના પોતાના સાધનોની જરૂૂર પડશે. એરગન લેવી એ સામાન્ય માણસ માટે અઘરી બાબત હતી આમ છતાં પિતાજીએ કેટલીક વ્યવસાયિક સંપત્તિઓ વેચીને મારા માટે પ્રથમ એરગન ખરીદી હતી એ સમયે તેમને ખબર નહોતી કે હું કેટલી સફળ થઈશ આમ છતાં એક પિતાનો પુત્રી પરનો એ વિશ્વાસ હતો કે મિલકત કરતા એરગનને વધુ મહત્ત્વ આપ્યું.આ શબ્દો છે કોલ્હાપુરની મહિલા શૂટર સોનમ મસ્કરના કે જેણે આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલના પહેલાં જ દિવસે મહિલાઓની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને પોતાનું નામ બનાવ્યું.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના પુષ્પનગર ગામના રહેવાસી ઉત્તમ મસ્કરને ત્રણ સંતાનો.જેમાં બીજા નંબરની દીકરી એટલે સોનમ. પિતાજીને દૂધનો ધંધો હતો પરંતુ કોરોનાના સમયમાં આ ધંધો પડી ભાંગ્યો અને ઘરબરા છોડીને ગામમાં જવું પડ્યું. સંતાનોનો અભ્યાસ અને કારકિર્દી ન બગડે તે માટે પિતાજી કઈપણ કરવા તૈયાર હતા.સોનમ એ સમયે રોહિત હવાલદાર અને તેની પત્ની, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય શૂટર રાધિકા બરાલે દ્વારા સંચાલિત વેધ રાઈફલ અને પિસ્તોલ શૂટિંગ એકેડેમિમાં જોડાઈ હતી. એકેડમી તેના ગામથી લગભગ 60 કિલોમીટર દૂર હોવાથી, સોનમે તેના પિતાને નજીકની હોસ્ટેલમાં રહેવા દેવા માટે સમજાવ્યા. પોતાના બાળકો માટે કઈ પણ કરી છૂટનાર પિતાએ જોયું કે સોનમ શૂટિંગને લઈને ગંભીર છે તેથી તેને બનતી મદદ કરતા અને એટલે જ હોસ્ટેલમાં રહેવા દેવા માટે સંમતિ આપી.

કોરોનાનો સમય યાદ કરતા સોનમ જણાવે છે કે લોકડાઉન દરમિયાન ઘરે બેસી રહેવું ખૂબ જ નિરાશાજનક હતું એક વર્ષથી કોઈ રમત ન રમી હોવાથી ફરી શરૂૂઆત કરવી પણ અઘરી હતી આમ છતાં મેં નક્કી કર્યું કે હું શૂટિંગમાં જ કંઈક કરી દેખાડીશ.

માત્ર બે વર્ષ પહેલાં જ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂૂઆત કરનાર 22 વર્ષની સોનમને ગયા વર્ષે જ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેઓએ ફાઇનલમાં 252.9 નો શાનદાર સ્કોર બનાવ્યો, પેરિસ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનની હુઆંગ યુએટિંગથી માત્ર બે પોઈન્ટ પાછળ રહી, જેમણે 254.5 નો વર્લ્ડ રેકોર્ડ સ્કોર બનાવ્યો. આ એ જ સોનમ છે જેની પાસે પોતાની કિટ પણ નહોતી અને તૈયારી કરવા માટેના સંશાધનો પણ નહોતા. એણે શૂટિંગ મોડેથી શરૂૂ કર્યું પરંતુ પોતાની કિટ મેળવી તેના થોડા જ સમયમાં જ તેણે પોતાની મહેનત અને લગનથી પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. આંતરરાષ્ટ્રીય જુનિયર ટીમમાં સ્થાન મેળવી લીધું. તેણે 2023 જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લઈને અદ્ભૂત પ્રદર્શન કર્યું. હાલ સોનમ દિલ્હીની જઅઈં હોસ્ટેલમાં રહીને ઓલિમ્પિકમાં જવાની તૈયારી કરી રહી છે.

ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કરનાર સોનમ જણાવે છે કે, મારી સફળતામાં મારા પિતાજીનો ફાળો મોટો છે. આર્થિક રીતે પરિસ્થિતિ યોગ્ય ન હોવા છતાં પણ પિતાજીએ સંપત્તિ વેચીને એરગન ખરીદી અને સ્પર્ધા માટે જે જરૂૂરી હોય તે દરેક સગવડ પિતાજીએ કરી આપી. શૂટિંગ સ્પર્ધા સામાન્ય રીતે ખર્ચાળ ગણાય છે આમ છતાં તેની પરવા કર્યા વગર તેઓએ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું.

ખૂબ જ ઓછા સમયમાં સોનમે ઘણી મોટી સફળતા મેળવી છે પોતાની સફળતા સાથે દેશનું નામ રોશન કરવાનું તેનું સ્વપ્ન છે અને ઓલિમ્પિક સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી વિજેતા બને તેવી તેમની ઈચ્છા છે.

પરિસ્થિતિ સામે હાર ન માનો
નાનપણથી અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરનાર સોનમ મહિલાઓને સંદેશ આપતા જણાવે છે કે,પરિસ્થિતિ સામે ક્યારેય હાર ન માનો. જે પરિસ્થિતિ હોય તેને સ્વીકારી તે મુજબ આગળ વધતા રહેશો તો એક દિવસ સફળતા જરૂૂર મળશે.જ્યારે એરગન લેવાના પૈસા નહોતા ત્યારે એકેડેમિની ગનથી પ્રેક્ટિસ કરતી હતી પરંતુ હાર સ્વીકારી નહોતી. જીવનના દરેક તબક્કે સમય સંજોગ પ્રમાણે આગળ વધતા રહેવું જોઈએ સફળતા ચોક્કસ મળશે.

WRITTEN BY: Bhavna Doshi

Tags :
indiaindia newsUDAN
Advertisement
Next Article
Advertisement