For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે

11:29 AM Nov 16, 2024 IST | admin
ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે

ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે. તેનું ફળ રૂૂચિકર, મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિ વર્ધક તથા હ્રદય માટે હિતકારી તો છે જ કફ, પિત્ત,વાત અને અનિદ્રાનાશક છે. ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વિગેરે તત્વો હોય છે.

Advertisement

એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે. ફક્ત ખજૂર જ નહીં તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે. ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે.

ખજૂર ખાવાથી અસંખ્ય સ્વાસ્થ્ય લાભ થાય છે કારણ કે તેમાં એવા તમામ પોષક તત્વો હોય છે જે શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂૂરી છે. આયુર્વેદ ચિકિત્સકોનું માનવું છે કે જો તમારે વધુ ફાયદા જોઈતા હોય તો તમારે તેને રાતે પલાળીને સવારે ખાલી પેટે ખાવી જોઈએ. મોટાભાગના લોકો માને છે કે ખજૂર ની પ્રકૃતિ ગરમ છે અને ખજૂર ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જ્યારે વાસ્તવમાં એવું નથી. આયુર્વેદ અનુસાર ખજૂર ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે અને પિત્તના વિકાર માટે ખૂબ જ ફાયદાકારક છે.

Advertisement

  • ખજૂર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા ઉપરાંત ખજૂર હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. જો તમને શક્તિ જોઈતી હોય તો રોજ ખાલી પેટ ઘીમાં પલાળેલી ખજૂર ખાઓ. શિયાળા માં તમે રોજ ખજૂરને ઘીમાં ખાઈ શકો છો.
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.ઘીમાં પલાળેલી ખજૂર તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. ખજૂરમાં વિટામીન અ અને ઈ સહિત એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
  • પાચનતંત્ર ને સુધારવા માં પણ મદદ કરે છે.ખજૂર અને ઘી એક સાથે ખાવાથી પાચનક્રિયા સુધરે છે. ખજૂર ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે આંતરડાની ફરિયાદોને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. બીજી તરફ, ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે આંતરડાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઘીમાં પલાળેલી ખજૂરનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે, કબજિયાત દૂર થાય છે અને સોજો ઓછો થાય છે.
  • ખજૂર ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. ખજૂરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ઘી તંદુરસ્ત ચરબીથી ભરપૂર છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે.
  • મહિલાઓમાં શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય, તેના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું જણાતું હોય છે. ત્યારે જો ખજૂરનું નિયમિતપણે આહારમાં ઉપયોગ કરવામાં આવે, તો તેનાથી સારા પરિણામ જોવા મળે છે.
  • આ સાથે બાળકોમાં પણ મેમરી બુસ્ટર તરીકે ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોગ પ્રતિકારક શક્તિ વધારતો પણ એક પદાર્થ છે, જેથી શરીરમાં તેનાથી પોષક તત્વો ખૂબ વધારે જોવા મળે છે અને તેનાથી બીમારી પણ દૂર ભાગે છે
  • હોર્મોનલ અસંતુલનને કંટ્રોલ કરે. ઘીમાં પલાળેલી ખજૂર સ્ત્રીમાં હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખજૂરમાં વિટામિન્સ અને મિનરલ્સનું ઉચ્ચ પ્રમાણ હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઘી શરીરમાં હોર્મોન્સનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તે ખાસ કરીને અનિયમિત પીરિયડ્સ ધરાવતી સ્ત્રીઓ માટે ઉપયોગી છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement