ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો
11:53 AM Jan 02, 2025 IST | Bhumika
આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબો ગરીબ ઘટનામાં, એક દારૂૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને ચોંકાવી દીધા. આ ખતરનાક દૃશ્ય જોઈ સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા. જોકે ગામલોકોએ સમય રહેતા ટ્રાન્સફોર્મર બંધ કરી દીધું, જેના કારણે આ ભાઈનો જીવ બચી ગયો. બાદમાં ગામના લોકોએ મળીને તેને હેમખેમ નીચે ઉતાર્યો. જેના કારણે એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ.
Advertisement
Advertisement