જમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના રઘુવર નગર ગામમાંથી એક 10 વર્ષીય દલિત બાળકનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળ્યો. મૃતકના પિતા જમુનાએ પોતાના પાડોશી નૈયુમ ખાન અને તેના ત્રણ સાથીઓ પર દીકરાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મૃતકના પિતાનો આરોપ છે કે, નૈયુમ ખાન સાથે જમીન વિવાદ અંગે એક વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. તેમણે અત્યાર સુધીમાં વહીવટીતંત્રને 166 ફરિયાદ પત્રો પણ આપ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શનિવારે, તેમનો દીકરો અચાનક ઘરેથી ગુમ થઈ ગયો અને થોડા સમય પછી તેનો મૃતદેહ ખેતરમાં ઝાડ પર લટકતો મળી આવ્યો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પિતાની ફરિયાદ પર પોલીસે હત્યા અને SC/ST એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી.