For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધન

11:20 AM Feb 10, 2025 IST | Bhumika
દલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધન

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના મોટા ભાઈ ગ્યાલો થોન્ડુપનું પશ્ચિમ બંગાળના કાલિમપોંગ ખાતેના તેમના નિવાસસ્થાને વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું હતું. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેઓ 97 વર્ષના હતા.

Advertisement

અધિકારીએ જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી બીમાર રહેલા થોન્ડુપે શનિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રસંગે તેમનો પુત્ર અને પૌત્રી હાજર હતા.
તેમણે જણાવ્યું કે પરિવારના અન્ય સભ્યોના આગમન બાદ તેમના અંતિમ સંસ્કાર 11 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

દલાઈ લામા હાલમાં કર્ણાટકમાં છે અને બાયલાકુપ્પે નગરના એક મઠમાં થોન્ડુપની સ્મૃતિમાં આયોજિત પ્રાર્થના સત્રમાં ભાગ લીધો હતો. થોન્ડુપ લાંબા સમયથી ભારતમાં રહેતો હતો. તેઓ તિબેટ સરકારના અધ્યક્ષ રહી ચુક્યા છે અને ચીન સાથે અનેક રાઉન્ડની વાતચીત પણ કરી ચૂક્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement