ચક્રવાત ત્રાટકશે, 11 રાજ્યોમાં અસર દેખાશે: 4 રાજયોમાં IMDનું એલર્ટ
કેરળથી પ્રવેશ બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને હિમાચલમાં વિનાશ વેરશે
ચોમાસું ભલે દક્ષિણ ભારતમાં પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પૂરો થયો નથી. આ અઠવાડિયું ઘણા રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારો તેમજ આંતરિક રાજ્યોને નુકસાન થવાની ધારણા છે. બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગ (IMD ) એ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જાહેર થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂૂ કરી દીધું છે. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમા ફેલાશે. ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે..
અંદામાન અને નિકોબાર ટાપુઓથી શરૂૂ કરીને, ચક્રવાત કેરળમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં વિનાશ વેરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તમિલનાડુના કેટલાક ભાગો સહિત તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે. 21થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ વરસાદની આગાહી છે.
23ઓક્ટોબર સુધી તમિલનાડુમાં, 22થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23થી 24 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. 22થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી છે.