વિદેશીઓને નિશાન બનાવતી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ
અમેરિકી એજન્સીઓના નામે કોલ સેન્ટરથી ઠગાઇની મોડસ ઓપરેન્ડી, હવાલા રેકેટથી ચૂકવણી
અમેરિકી એજન્સીઓના નામે કોલ સેન્ટરથી ઠગાઇની મોડસ ઓપરેન્ડી, હવાલા રેકેટથી ચૂકવણી
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ પુણે અને મુંબઈથી ચલાવવામાં આવી રહેલા એક મોટા પ્રમાણમાં સાઈબર ફ્રોડ અને નાણાકીય અપરાધ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ વિદેશી નાગરિકોને ખાસ કરીને અમેરિકન નાગરિકોને નકલી ઓળખ, ફિશિંગ કોલ અને નાણાકીય ફ્રોડ દ્વારા નિશાનો બનાવતા હતા.
સીબીઆઈએ ગુરૂૂવારે બેંકના કેટલાક કર્મચારીઓ અને ચાર અન્ય ખાનગી વ્યક્તિઓ વિરૂૂદ્ધ એક સુનિયોજિત ગુનાહિત ષડયંત્રને આગળ વધારવા માટે જાન્યુઆરી 2025થી ચાલી રહેલા એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવાના આરોપમાં કેસ નોંધ્યો છે.
આ ગેંગ અન્ય અજ્ઞાત વ્યક્તિઓ સાથે મળીને યુએસ ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS), અમેરિકન નાગરિકતા અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) અને ભારતીય હાઇ કમિશન જેવી એજન્સીઓના અધિકારીઓનો ઢોંગ કરીને યુએસ નાગરિકોને છેતરતો હતો.
પીડિતોને કાનૂની કાર્યવાહીની ધમકી આપીને ગિફ્ટ કાર્ડ અથવા બિટકોઇન ટ્રાન્સફર દ્વારા 500 થી 3,000 સુધીની રકમ ચૂકવવાની ફરજ પાડવામાં આવતી હતી. પુણે સ્થિત ગુપ્ત રીતે સંચાલિત ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી નકલી VoIP-આધારિત કોલ કરવામાં આવી રહ્યા હતા. કોલ સેન્ટરના કર્મચારીઓને અમેરિકા અને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સ્થાનિક સ્થળોએથી હવાલા ચેનલો દ્વારા રોકડ ચૂકવણી કરવામાં આવે છે.
સીબીઆઈએ 7 સ્થળોએ સર્ચ કર્યું
કેસ નોંધાયા બાદ ગુરુવારે સીબીઆઈ દ્વારા પુણેમાં આરોપીઓ દ્વારા સંચાલિત ગેરકાયદેસર કોલ સેન્ટર સહિત આરોપીઓ અથવા તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના 7 સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. પુણેમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર આરોપીઓ અને તેમના સહયોગીઓના કબજામાંથી સાયબર છેતરપિંડી/ડિજિટલ ઉપકરણો સંબંધિત 27 મોબાઇલ ફોન અને 17 લેપટોપ જેવી વિવિધ ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આરોપીના નિવાસસ્થાનની તપાસ દરમિયાન 9.60 લાખ રૂૂપિયાની રોકડ મળી આવી છે. અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.