આકાશમાં ઉડી રહેલા ભારતીય વિમાન પર સાયબર એટેક
ઓપરેશન બ્રહ્મા: મ્યાનમારને રાહત આપતું IAF (ભારતીય વાયુસેના)નું એક વિમાન સાયબર હુમલાનો શિકાર બન્યું. અહેવાલ છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે વિમાન રાહત સામગ્રી લઈને મ્યાનમાર જઈ રહ્યું હતું. જો કે, વાયુસેનાના બહાદુર સૈનિકો પર આની કોઈ અસર થઈ ન હતી અને તેઓએ સમજદારીપૂર્વક રસ્તો શોધી કાઢ્યો અને યાત્રા પૂર્ણ કરી.
અહેવાલ મુજબ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમના સેટેલાઈટ આધારિત જીપીએસ સિગ્નલોમાં સ્પુફિંગના રૂૂપમાં સાયબર હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે મ્યાનમારના એરસ્પેસમાં જીપીએસ સ્પુફિંગ કોણે કર્યું છે તે શોધવાનું મુશ્કેલ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે ચીને અહીં મોટો વ્યૂહાત્મક પ્રવેશ કર્યો છે.
અખબાર સાથે વાત કરતા, એક સ્ત્રોતે કહ્યું, પૠઙજ સ્પુફિંગ સામાન્ય રીતે પાઇલટને ખોટા કોઓર્ડિનેટ્સ આપીને તેના સ્થાન વિશે ગેરમાર્ગે દોરે છે. ઓપરેશનલ વિસ્તારોમાં આ સામાન્ય છે. મ્યાનમારમાં, IAF પાઇલટ્સે તેમના મિશનને પૂર્ણ કરવા માટે ફરીથી ઈંગજ એટલે કે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમનો આશરો લીધો.
ભારતે 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપના કારણે થયેલા વિનાશ બાદ ઝડપી પગલા તરીકે તેનું રાહત મિશન પઓપરેશન બ્રહ્માથ શરૂૂ કર્યું હતું.