For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગપુરમાં સતત ત્રીજા દિવસે કર્ફ્યુ, હિંસામાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

11:04 AM Mar 20, 2025 IST | Bhumika
નાગપુરમાં સતત ત્રીજા દિવસે કર્ફ્યુ  હિંસામાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

આજે નાગપુર હિંસા કેસમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટ પર, એક યુઝરે ધમકી આપી હતી કે સોમવારના રમખાણો માત્ર એક નાની ઘટના હતી અને ભવિષ્યમાં મોટા તોફાનો થશે. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહી છે.

Advertisement

દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન સહિત 84 લોકોની ધરપકડ કરી છે. જો કે બુધવારે મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે આ સંખ્યા 69 હોવાનું જણાવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ (ટઇંઙ)ના આઠ કાર્યકર્તાઓ પણ સામેલ છે.

19 આરોપીઓને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. માસ્ટરમાઇન્ડ ફહીમ પર 500થી વધુ તોફાનીઓને એકઠા કરવાનો અને હિંસા ફેલાવવાનો આરોપ છે.મંત્રી કદમે ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારા વીડિયો ફરતા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

તોફાનીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કરવાની હિંમત કરી છે. અમે બતાવીશું કે પોલીસનો ડર શું છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.હકીકતમાં, સોમવારે રાત્રે થયેલી હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં ત્રણ ડીસીપી રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તોફાનીઓએ વાહનોમાં તોડફોડ કરી, પેટ્રોલ બોમ્બ ફેંક્યા, પથ્થરમારો કર્યો અને કેટલાક ઘરો પર હુમલો પણ કર્યો.

સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે જે ચાદર સળગાવી હતી તેના પર કુરાનની કોઈ કલમ નથી. કલમને લઈને અફવાઓ ફેલાઈ હતી.તેણે કહ્યું, પપોલીસ અને મારા નિવેદનમાં કોઈ ફરક નથી. હિંસા જાણી જોઈને ફેલાવવામાં આવી હતી. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. પોલીસ પર હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. જે લોકો કબરમાં છુપાયેલા છે તેમને કબરમાંથી બહાર લાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement