For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CSIR UGC NETની પરીક્ષા હવે ત્રણ દિવસના બદલે 28 જુલાઇએ લેવાશે

05:30 PM Jul 09, 2025 IST | Bhumika
csir ugc netની પરીક્ષા હવે ત્રણ દિવસના બદલે 28 જુલાઇએ લેવાશે

Advertisement

NTA એ CSIR UGC NET પરીક્ષા 2025માં મોટો ફેરફાર કર્યો છે. પહેલા આ પરીક્ષા ત્રણ દિવસ સુધી યોજાવાની હતી પરંતુ હવે તેને એક જ દિવસમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ હરિયાણા ટિચર એલિજિબિલિટી ટેસ્ટ સાથે ડેટ ક્લેશ થવાનું રહ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્પષ્ટતા કરી છે કે હવે CSIR UGC NET જૂન 2025ની પરીક્ષા ફક્ત 28 જુલાઈ 2025ના રોજ લેવામાં આવશે. પહેલા આ પરીક્ષા 26, 27 અને 28 જુલાઈના રોજ અલગ અલગ શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ HTET સાથે તારીખના ટકરાવને કારણે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

Advertisement

પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારોને એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા પરીક્ષા કેન્દ્ર વિશે 8 થી 10 દિવસ અગાઉ માહિતી મળશે. આ સ્લિપ NTA ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉમેદવારોએ આ પેપર 3 કલાકમાં આપવાનું રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ લાગુ પડશે, જેમાં દરેક ખોટા જવાબ માટે 25 ટકા ગુણ કાપવામાં આવશે. જોકે, તે વિષય અનુસાર થોડો બદલાઈ પણ શકે છે.

ઘણા ઉમેદવારોએ NTAને ફરિયાદ કરી હતી કે CSIR NETની તારીખો HTET સાથે ટકરાઈ રહી છે, જેના કારણે બંને પરીક્ષાઓમાં બેસવું શક્ય નથી. NTA એ વિદ્યાર્થીઓની વાત સાંભળીને આ નિર્ણય લીધો અને પરીક્ષા એક જ દિવસે, 28 જૂલાઈએ નક્કી કરવામાં આવી. હવે વિદ્યાર્થીઓએ ફક્ત એક જ દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તે મુજબ તૈયારી કરવી પડશે. આ પરીક્ષામાં બેસવાના તમામ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ અને સિટી સ્લિપના અપડેટ્સ પર નજર રાખવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement