For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કટકમાં શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભીડથી અરાજકતા: એક ઘાયલ

11:15 AM Nov 14, 2025 IST | admin
કટકમાં શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભીડથી અરાજકતા  એક ઘાયલ

ગઇકાલે ઓડિશાના કટકમાં બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલે લાઈવ કોન્સર્ટ રજૂ કર્યો. શહેરના બાલી યાત્રા મેદાનમાં આયોજિત આ કોન્સર્ટમાં અંધાધૂંધી સર્જાતા બાલી યાત્રા મહોત્સવના સમાપન સમારોહમાં ઘોષાલના પર્ફોમ્સને જોવા માટે હજારો ચાહકો એકઠા થયા હતા. ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
પીટીઆઈ અનુસાર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે શ્રેયા ઘોષાલ પર્ફોમ કરવા પહોંચ્યા ત્યારે મોટી ભીડ સ્ટેજ તરફ ધસી ગઈ હતી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરિણામે, શ્રેયાના કોન્સર્ટને થોડા સમય માટે રોકવો પડ્યો હતો. જોકે, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, અને પછીથી તેને ફરી શરૂૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઈ ગયો અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહેવાલ મુજબ, પોલીસ કમિશનર એસ. દેવ દત્તા સિંહે જણાવ્યું હતું કે, કટકમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે કોઈ જગ્યા નહોતી તેના કારણે પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જે લોકો ભીડમાં ઊભા રહી શકતા ન હતા તેમને અધિકારીઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભાગદોડમા કોઇ ગંભીર ઈજાના અહેવાલ નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement