સંકટ સમયની સાંકળ સોનું ઓલટાઇમ હાઇ
- પ્રતિ ગ્રામે 1300ના વધારા સાથે નવો ભાવ 66700, ચાંદીમાં કિલોએ 1400 વધ્યા
ભારતમાં સોનુ આજે અચાનક ઐતિહાસીક સપાટીએ પહોંચ્યું છે. આજે એક જ દિવસમાં ભારતમાં શુધ્ધ સોનાના ભાવમાં 10 ગ્રામે રૂા.1300નો ઉછાળો આવતા સોનાએ જીએસટી સહીત અત્યાર સુધીની રૂા.66700ની સવોચ્ચ સપાટી બનાવી હતી. જયારે ચાંદીના ભાવો પણ ઉછળીને રૂા.74 હજારને પાર પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં કિલોએ રૂા.1400નો ઉછાળો આવતા ચાંદીનો ભાવ આજે રૂા.74400 સુધી બોલાયો હતો. લંડન એકસચેંજમાં પણ આજે સોનાનો ભાવ પ્રતિ અંશ 2100 ડોલરન પાર થઇ ગયો છે.
આજે 24 કેેટ શુધ્ધ સોનાનો જીએસટી સહીતનો ભાવ રૂા.66700 પ્રતિ દસ ગ્રામ બોલાયો હતો. ગઇકાલે રૂા.65400ના બંધ ભાવ બાદ આજે સોનાના ભાવમાં રૂા.1300નો ઉછાળો આવ્યો હતો.
જયો 22 કેેેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂા.59500 બોલાયો હતો. તો ચાંદીના ભાવ કિલોએ રૂા.1400 ઉછળતા આજનો ભાવ રૂા.74400 નોંધાયો હતો. બજારના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમેરિકન ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાના પગલે સોનામાં ધુમ ખરીદી નીકળી છે.
આ સિવાય યુક્રેન સાથે યુધ્ધના કારણે રશિયા અને નાટો વચ્ચે સંબંધો વણસતા યુધ્ધ વધ ભડકવાના ભયે લોકો સલામત રોકાણ માટે સોના તરફ વળ્યા હોવાથી લંડન એકસચેંજમાં સોનાનો ભાવ પ્રતિઅંશ 2100 ડોલરને પાર થઇ ગયો હતો.ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહિનાની શરૂૂઆતમાં, એટલે કે 1 ફેબ્રુઆરીએ સોનું 62,775 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 29 ફેબ્રુઆરીએ ઘટીને 62,241 રૂૂપિયા થઈ ગયું,
એટલે કે છેલ્લા મહિનામાં એની કિંમત 534 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે તેમજ ચાંદી પણ રૂૂ. 71,153 પ્રતિ કિલોગ્રામથી ઘટીને રૂૂ. 69,312 પર આવી ગઈ છે.